• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

હોંગકોંગની આઠ ઇમારતમાં ભીષણ આગ; 36 મોત, 300 લોકો લાપતા

નવી દિલ્હી, તા. 26 : હોંગકોંગમાં તાઇપો જિલ્લામાં  રહેણાક વિસ્તારની  એકસાથે આઠ ઇમારતમાં  લાગેલી ભયાનક આગથી ભારે અફરાતફરી મચી ગઇ હતી. આગની જ્વાળાઓની લપેટમાં આવતાં 36 લોકોનાં મોત થઇ ગયાં હતાં. પારાવાર તબાહી મચાવનાર આ લોહિયાળ દુર્ઘટનામાં 300થી વધુ લોકો લાપતા બની ગયા હતા. અગ્નિશામક દળના સાતસોથી વધુ વાહન મોટા વિસ્તારમાં  ફેલાયેલી આગને કાબૂમાં લેવાની કવાયતમાં કામે લાગી ગયાં હતાં. બુધવારની બપોરે લાગેલી આગ થોડીવારમાં જ 31 માળના ટાવરોમાં ફેલાઇ ગઇ હતી. સ્થિતિની ગંભીરતાને જોતાં પ્રશાસન વતી અગ્નિશમન તંત્ર તરફથી લેવલ-5 ફાયર એલાર્મ ઘોષિત કરાયું હતું જે હોંગકોંગમાં આગની સૌથી ગંભીર શ્રેણી છે. 

Panchang

dd