• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

બાસ્કેટ બોલનો પોલ પડતાં રાષ્ટ્રીય સ્તરના બે ખેલાડીનાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 26 : હરિયાણામાં બે દુ:ખદ ઘટના બની છે. જેમાં એક તરફ વ્યવસ્થા ઉપર સવાલ ઉઠી રહ્યા છે તો બીજી તરફ દેશે સારી પ્રતિભાઓને ગુમાવી દીધી છે. બાસ્કેટબોલનો નેશનલ લેવલનો ખેલાડી હાર્દિક રાઠી પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે સમયે તેના ઉપર પોલ પડયો હતો  અને ગણતરીની સેકન્ડમાં 16 વર્ષીય હાર્દિકનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત બહાદુરગઢમાં એક બનાવ બન્યો હતો. જેમાં 15 વર્ષના અમનનું પણ બાસ્કેટબોલ પોલ પડવાના કારણે મૃત્યુ થયું હતું. બન્ને બનાવમાં મૃતક 10મા ધોરણના છાત્ર હતા અને બાસ્કેટબોલમાં પોતાનું ભવિષ્ય બનાવવા માગતા હતા. બન્નેએ ઉછળીને બાસ્કેટબોલ પોલ પકડયો હતો. જોકે પોલ તૂટી પડતા મૃત્યુ થયા હતા. બનાવના સીસીસીટી ફૂટેજ પણ સામે આવ્યા  છે. જેમાં હાર્દિક એકલો પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તે થ્રી પોઈન્ટ લાઈનથી દોડીને આવે છે અને સેમી સર્કલ પાસેથી દોડીને પોલ તરફ છલાંગ લગાડી પોલ પકડે છે. આ દરમિયાન પોલ ઉખડીને હાર્દિકની ઉપર પડે છે. 

Panchang

dd