• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

પ્રાગપર ચોકડી પાસેનો ટ્રાફિક એટલે રોજની પીડા

મુંદરા તાલુકામાં પોર્ટ અને ઔદ્યોગિક વિકાસને પગલે ટ્રાન્સપોર્ટ વાહન વ્યવહાર અનહદ વધી ગયો છે. તાલુકામાં અનેક જગ્યાએ આમ તો ભારે ટ્રાફિકની સર્જાવાની સમસ્યા છે, પરંતુ પ્રાગપર ચોકડી પાસે તો બેફામ પાર્કિંગ, અનિયંત્રિત ટ્રાફિક વ્યવસ્થા અને ઓવરબ્રિજનો સાંકડો માર્ગ તેમજ અધૂરામાં પૂરું ખાડાવાળા માર્ગોને કારણે ભયંકર ટ્રાફિક જમાવડો થાય છે. ખાસ કરીને સાંજના ભાગે કંપનીઓમાંથી બસો પાછી વળે છે, ત્યારે એટલો ટ્રાફિકજામ થાય છે કે, અડધો-અડધો કલાક સુધી ઊભા રહેવું પડે છે. પ્રાગપર ચોકડીના પુલની બીજીતરફ ગાંધીધામ-ભુજ તરફના માર્ગ પર આડેધડ પાર્કિંગની સમસ્યા છે. જેને લીધે સમસ્યા વધુ જટિલ બને છે. પાર્કિંગ પ્રશ્ને કોઈ નિયંત્રણ વ્યવસ્થા જ નથી. તસવીરમાં પ્રાગપર ચોકડી નજીક કેટલી હદે ટ્રાફિક સમસ્યા છે, તેનું વિહંગ દૃશ્ય. (તસવીર : પ્રીત છેડા) 

Panchang

dd