• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

ત્રગડીમાં જપ્ત 41.45 લાખના શરાબ કેસના આરોપી જબ્બે

ભુજ, તા. 26 : ગત તા. 5/8ના ત્રગડીની સીમમાં શરાબની કટિંગ દરમ્યાન જ એલસીબીએ દરોડો પાડતાં આરોપીઓ વાહન અને શરાબનો જથ્થો મૂકી નાસી ગયા હતા. આ દરોડામાં રૂા. 41,45,040ના શરાબનો જથ્થો તથા રૂા. 60,20,000નાં વાહનો એમ કુલ રૂા. 1,01,65,040નો મુદ્દામાલ જપ્ત થયો હતો. આ કેસમાં ત્રગડીના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ સહિત છ નામજોગ અને અન્ય વાહનચાલક માલિકો એમ 15 વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. જેમાના યુવરાજસિંહ સહિત પાંચ આરોપીની આજે એલસીબીએ અટકાયત કરી છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ત્રગડીના શરાબના જથ્થાના આ કેસમાં નાસતા ફરતા આરોપી યુવરાજસિંહ વજુભા જાડેજા, દિવ્યરાજસિંહ ઉર્ફે દેવુભા સુરેન્દ્રસિંહ જાડેજા (રહે. બંને ત્રગડી) તેમજ મનોજસિંહ ઉર્ફે મેહુલસિંહ ચંદુભા ઝાલા (રહે. હાલે ત્રગડી, મૂળ ભેચડા, તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર) અને જિતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા મંગલસિંહ સોઢા (રહે. ખાનાય, તા. અબડાસા, હાલે માંડવી)ને જ્યુડિશીયલ કસ્ટડીમાંથી કબજો સંભાળી માંડવી મરીનના ત્રગડીવાળા શરાબના ગુનાના કામે એલસીબીએ ધોરણસરની અટકાયત કરી તપાસ આદરી છે.  આ ઉપરાંત આજ ગુનાના નાસતા ફરતા આરોપી નીલેશસિંહ ઉર્ફે નીલુભા રવુભા જાડેજા (રહે. ત્રગડી, તા. માંડવી)ની પણ એલસીબીએ અટકાયત કરી છે. 

Panchang

dd