નવી દિલ્હી, તા. 26 : ભારતની વિશ્વ
કપ વિજેતા સ્ટાર દીપ્તિ શર્મા, ક્રાંતિ
ગૌડ અને શ્રી ચારણીને ગુરૂવારે અહીં યોજાનાર ડબલ્યૂપીએલના મેગા ઓકશનમાં મોટી ધનરાશિ
મળવાની પૂરી સંભાવાના છે. વિદેશી ખેલાડીઓમાં આફ્રિકી કેપ્ટન લોરા વુલફાર્ટ અને ઇંગ્લેન્ડની
સ્પિનર સોફી એક્લેસ્ટોન ઉપરાંત ભારતીય બેટર
હરલીન દેઓલ પર મોટી બોલી લાગી શકે છે. મેગા ઓકશનમાં કુલ 277 ખેલાડી હિસ્સો બની છે. જેમાં
194 ભારતીય મહિલા ખેલાડી અને 83 વિદેશી છે. ડબલ્યૂપીએલની પાંચ
ફ્રેંચાઇઝી પાસે વધુમાં વધુ 73 સ્થાન ભરવાના
છે. જેમાં ઓછામાં ઓછા પ0 ભારતીય ખેલાડી
અને 23 વિદેશી ખેલાડીનો સમાવેશ કરવાનો
રહેશે. માર્કી ખેલાડીઓની સૂચિમાં ભારતની દીપ્તિ શર્મા અને રેણુકા સિંહ, ન્યુઝીલેન્ડની સોફી ડિવાઇન, અમેલિયા કેર, ઇંગ્લેન્ડની સોફી એકલેસ્ટોન, ઓસ્ટ્રેલિયાની કપ્તાન એલિસા હિલી, મેગ લેનિંગ અને આફ્રિકી
કેપ્ટન લોરા વુલફાર્ટ છે. વિશ્વ કપમાં પ્લેયર
ઓફ ધ ટૂર્નામેન્ટ બનનાર દીપ્તિ શર્માને સૌથી મોટી રકમ મળી શકે છે. યૂપી વોરિયર્સ ટીમે
ફકત એક ખેલાડીને રીટેન કરી છે. આથી તેની પાસે પર્સમાં સૌથી વધુ 14.પ કરોડ રૂપિયા છે. દિલ્હી કેપિટલ્સ
પાસે સૌથી ઓછા પ.70 કરોડ છે.
ગુજરાત જાયન્ટસના પર્સમાં 9 કરોડ છે.
જયારે આરસીબી પાસે 6.1પ કરોડ, એમઆઇના પર્સમાં પ.7પ કરોડ છે. મહિલા આઇપીએલ એટલે કે ડબલ્યૂપીએલની શરૂઆત 7 જાન્યુઆરીથી થશે. જેના તમામ મેચ મુંબઈ અને
વડોદરામાં રમાશે.