ભુજ, તા. 26 : નખત્રાણા તાલુકાના સાંયરા-યક્ષની
નદીમાં આજે સવારે એક શખ્સ પાણીમાં ડૂબ્યાની વિગતો મળતાં તેની શોધખોળ આદરાઇ હતી, પરંતુ રાત સુધી કોઇ અતો-પતો મળ્યો નથી. આ અંગે
પ્રાપ્ત વિગતો મુજબ સાંયરા (યક્ષ) વચ્ચે કંથેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી નદીના બંધિયાર
પાણીમાં શખ્સ ડૂબ્યાની વિગતો મળતાં ફાયર ટીમે નાવ અને સાધનો સાથે શોધખોળ આદરી હતી અને વહીવટી
તંત્રના તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતનો કાફલો યુવાને
ઘટના સ્થળે પહોંચ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હતા. દરમ્યાન આ અંગે રાતે
નખત્રાણા પોલીસનો સંપર્ક સાધતાં જણાવ્યું હતું કે, આ બનાવની હજુ
સુધી કોઇ વિગતો આવી નથી. જોકે, સાંયરા (યક્ષ) ગામનો શખ્સ વેલજીભાઇ
મમુભાઇ ગરવા ગઇકાલે સવારે મજૂરીકામ અર્થે ઘરેથી નીકળ્યા બાદ રાત સુધી ઘરે ન પહોંચતાં
તેના પુત્રે ગુમ નોંધ દાખલ કરાવી છે. પરંતુ નદીમાં ડૂબેલો આજ શખ્સ છે કેમ તેની વિગતો
નદીમાંથી શખ્સ મળ્યા બાદ જ મળી શકે.