ભારતનાં અર્થતંત્રને વધુ શક્તિશાળી અને `મુક્ત' બનાવવાની દિશામાં મોદી સરકારે મહત્ત્વનાં
પગલાં લેવાનો નિર્ધાર કર્યો છે તે મુજબ સંખ્યાબંધ `સુધારા'ને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે.
વિશ્વનાં અર્થતંત્રમાં ઊભા થયેલા નવા પડકારો, અમેરિકાએ લાદેલા
પચાસ ટકા ટેરિફ વગેરે સમસ્યાઓના પ્રતિકાર માટે આ પગલાં લેવાઈ રહ્યાં છે, જે સમય અને સંજોગોમાં આવેલા પલટાને પહોંચી વળવા માટે અનુરૂપ છે. આ ગતિશીલ સુધારાઓમાં
- અણુઊર્જા ક્ષેત્રમાં 74 ટકા
- વિદેશી મૂડીરોકાણની છૂટ હતી તે વધારીને 100 ટકા
કરવામાં આવી છે. આ ઉપરાંત વીમા ક્ષેત્રમાં વર્તમાન કાયદાઓમાં સુધારા કરવાનો નિર્ણય
લેવાયો છે. દેશમાં સૌને વીમાનો લાભ મળે તે માટે `સબકા
બીમા, સબકી રક્ષા' માટે વિદેશી મૂડીરોકાણ
- 100 ટકા છૂટ અપાશે.
શિક્ષણ ક્ષેત્ર માટે વિકસિત ભારત શિક્ષા અભિયાન ખરડો રજૂ થશે. મૂડીનિવેશકોનાં રક્ષણ
માટે `સેબી' ધારામાં સુધારા થશે. દેશભરમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબોને 125 દિવસ રોજગારીની ખાતરી મળશે. અત્યારે 100 દિવસની જોગવાઈ છે. પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં
વિધાનસભાઓની ચૂંટણી ગાજી રહી છે, ત્યારે રોજગારીની ખાતરી મહત્ત્વની
છે. આ રોજગાર માટે `પૂજ્ય
બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી' નામનો ખરડો સંસદનાં વર્તમાન સત્રમાં
રજૂ થશે. સંસદનું વર્તમાન સત્ર સમાપ્ત થવાના દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે આ નવા ખરડા રજૂ કરીને સરકારના દૃઢનિર્ધારનો સંદેશો દેશ-વિદેશમાં જશે.
જાતિવાદનાં ધોરણે વસ્તીગણતરી કરવાની વિપક્ષની માગણી અને વિવાદ શરૂ થયો છે, ત્યારે કેન્દ્ર સરકારે પહેલી માર્ચ - 2027થી દેશભરમાં વસ્તીગણતરી શરૂ કરવાની જાહેરાત કરી છે.
વિશ્વમાં સૌથી વિશાળ એવી આ વસ્તીગણતરી બે તબક્કામાં થશે અને જાતિવાદનો સમાવેશ થશે.
આ માટે રૂા. 11,718 કરોડ ફાળવાશે.
`િડજિટલ વસ્તીગણતરી' મોબાઇલ ફોન આધારિત
હશે. હાલમાં મતદારયાદીની ચકાસણી સામે વિરોધ થયો છે અને વોટચોરીના આક્ષેપ થાય છે,
ત્યારે ભારતમાં વસ્તીગણતરી `િડજિટલ' - આપના મોબાઇલ આધારિત હોય અને સૌકોઈ આપમેળે નોંધણી કરે તે વિશ્વમાં `રેકોર્ડ' ગણાશે અને શંકા, આક્ષેપને કોઈ સ્થાન નહીં હોય.