• મંગળવાર, 03 માર્ચ, 2026

સાંસદે સરહદી કુરનમાં ઊજવ્યો રંગોત્સવ

ભુજ, તા. 2 : કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા સરહદના સેઢે આવેલા ભુજ તાલુકાનાં કુરન ગામે નાનાં ભૂલકાં, સામાજિક અને રાજકીય સાથીઓ, સ્નેહીજનો, શુભેચ્છકો સાથે અબીલ ગુલાલ ઉડાવી રંગોત્સવ મનાવ્યો હતો. સાંસદ શ્રી ચાવડા નાની બાળાઓ, નાના ભૂલકાઓને શૈક્ષણિક કિટ વિતરણ કરી રંગ ઉડાવી આનંદની પળોના પ્રત્યક્ષ સાક્ષી બન્યા હતા. રંગોત્સવમાં સાંસદ વિનોદ ચાવડા સાથે તા.પં. સદસ્ય દિલાવરાસિંહ સરૂપાજી સોઢા, જિલ્લા ભાજપ મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, કિસાન મોરચાના મહામંત્રી વિરમભાઇ આહીર, સરૂપાભા અગ્રાજી સોઢા, ઝાલુભા સોઢા, બિજલભાઈ ભસર, બળવંતાસિંહ બુધાજી, અનિતાબા કિરીટાસિંહ સોઢા, સોઢા માણસંગજી પ્રાગજી, સરૂપાજી સોઢા, સોઢા ભરતાસિંહ વાઘજી, સરૂતાજી અગાજી સોઢા, જાલુભા માણસંગજી સોઢા, સોગા કચરા, સંઘના જૂના કાર્યકર્તા હીરાલાલ રાજગોર, લક્ષ્મણભાઈ મેરિયા, પ્રકાશભાઇ મહેશ્વરી, મોહનભાઇ ચાવડા, ચેતનભાઈ ઠક્કર, નરેશભાઈ મહેશ્વરી, શક્તાસિંહ ઝાલા, દીપકભાઈ ડાંગર, અરાવિંદભાઇ લેઉઆ, જેમલભાઈ રબારી, રામગર મહાદેવગર ગુસાઇ, પ્રવીણભાઈ ઠક્કર, પંકજભાઈ ઠક્કર, નારણભાઇ ઠક્કર, સુરેશભાઇ મારવાડા, જેસંગભાઈ કોલી, પ્રવીણગર ગોસ્વામી, બિજલભાઈ મારવાડા તથા કુરનના ગ્રામજનો જોડાયા હતા.

Panchang

dd