નવીદિલ્હી,તા.2: ઈરાન
યુદ્ધમાં આજે બે ચોંકાવનારા ખુલાસાએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને
પાકિસ્તાનને ભીંસમાં મૂકી દીધા છે. અમેરિકી રક્ષા વિભાગનાં વડામથક એટલે કે
પેંટાગોનની એક ગુપ્ત બેઠકમાં અધિકારીઓ વચ્ચે સત્તાવાર ધોરણે એવી ચર્ચા થઈ હોવાનાં
અહેવાલો છે કે, ટ્રમ્પ દાવો કરે છે તેનાથી વિપરિત ઈરાન તરફથી અમેરિકા કે ઈઝરાયલ ઉપર પહેલો
હુમલો બોલાવવાની તૈયારી કરવામાં આવી હોવાનાં કોઈ સંકેતો નહોતાં. બીજીબાજુ ઈરાન ઉપર
હુમલા માટે પાકિસ્તાને અમેરિકાને પોતાની વાયુસીમાનો ઉપયોગ કરવા દીધો હોવાનો
ઘટસ્ફોટ પણ થયો છે. જેમાં ઈરાની રિવોલ્યૂશ્નરી ગાર્ડ તરફથી કહેવામાં આવ્યું છે કે,
જો પાકિસ્તાને આવું કર્યુ હોવાનું બહાર આવશે તો પાકિસ્તાન પણ આની
કિંમત ચૂકવશે.