ભુજ, તા. 2 : મુંદરા
પોર્ટના યાર્ડમાં કન્ટેનરમાંથી 10 ટન ભંગાર કિં. રૂા. પાંચ લાખની
ચોરી થયાની ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે મુંદરા પોલીસ મથકે અદાણી એક્ઝિમ યાર્ડના
ડેપ્યુટી મેનેજર અભિનેશ આનંદન મીનનગરે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે રાતે સિસ્ટમ
ચેકર કન્ટેનર ચેક કરતા હતા,
ત્યારે 28/2ના એક કન્ટેનરની હેરફેર જોવા મળી
હતી. અમારા યાર્ડમાં વર્ષ 2017થી ટ્રક એલોયસ પાર્ટીના ક્રેપ
(ભંગાર)ના આયાત કરેલાં સાત કન્ટેનર કસ્ટમના એસ.આઈ.બી. દ્વારા મીસ ડિક્લેરેશન કરી
સીઝ કરી અમારી દેખરેખ હેઠળ રાખ્યા હતા. જેમાંના આ કન્ટેનરની હેરફેર દેખાતાં
કન્ટેનર પાસે સ્ટાફે જઈને તપાસતાં સીલ લાગેલું ન હતું. આ કન્ટેનરમાંનો કોપર અને
એલ્યુમિનિયમનો આશરે 10 ટન ભંગાર જેની કિં. રૂા. પાંચ
લાખની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. મુંદરા પોલીસે ચોરીનો ગુનો દાખલ
કરી તપાસ હાથ ધરી છે.