• સોમવાર, 02 માર્ચ, 2026

સ્વ. રાજીવ ગાંધી સ્મૃતિ કપમાં શિફા ટીમ વિજયી

ભુજ, તા. 1 : કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આયોજિત સ્વ.  રાજીવ ગાંધી સ્મૃતિ ક્રિકેટ સ્પર્ધામાં શિફા ઈલેવન (કાલી તલાવડી) વિજેતા અને હંસ નિર્વાણ-પ્રાગપર ટીમ ઉપવિજેતા બની હતી. 96 ટીમને સાંકળતી સ્પર્ધાની ફાઈનલમાં પ્રાગપરે 10 ઓવરમાં 9 વિકેટે 117 રન કર્યા હતા. શિફાએ 8.3 ઓવરમાં ત્રણ વિકેટે લક્ષ્ય પાર પાડયું હતું. મેન ઓફ ધ મેચ અસલમ મુતવા, મેન ઓફ ધ સિરીઝ રૂતુરાજસિંહ જાડેજા, બેસ્ટ બેટ્સમેન પ્રવીણ મહેશ્વરી, બેસ્ટ બોલર આસિફ મોખા (શિફા), બેસ્ટ ફિલ્ડર અસલમ મુતવા રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે વી.કે. હુંબલ, પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ, પ્રવીણસિંહ વણોલ, રફીક મારા, નીતેશ લાલણ, કલ્પના જોશી, શંભુ ડાંગર, લાખાજી સોઢા, યુવરાજસિંહ વાઘેલા, વિરમભાઇ ગઢવી, કિશોરદાન ગઢવી, ભરત ગુપ્તા, યોગેશ પોકાર, લતીફ ખલીફારાજદીપ દેવધર, મુસ્તાક સોઢા, રૂષિરાજસિંહ જાડેજા, ખેતશી ગજેરા, કિરણ પોકાર, લાલા ગઢવી, વિશાલ ધેડા, તૈસીન મણિયાર, અરજણ ખાટરિયા, ગની કુંભાર, રાજેશ ખુંગલા, કેરા સરપંચ મદનગિરિ ગોસ્વામી, રવજીભાઇ કેરાઇ હાજર રહ્યા હતા. સ્ટાર ખેલાડીઓ  માઇઝ બ્રેર, અસલમ મુતવા, દીપક ગઢવી, જય સોની, હિતેન્દ્રસિંહ જાડેજા, યુગાન્ડા તરફથી રમેલા ઇન્ટરનેશનલ ખેલાડી દિનેશ નાકરાણી પણ ટૂર્નામેન્ટમાં રમ્યા હતા. વિજેતા ટીમને રૂા. 30,000 અને રનર્સઅપ ટીમને રૂા. 15,000 અપાયા હતા. કચ્છ કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ વતી સૈયદ અશરફ શાહ બાપુ દ્વારા ટૂર્નામેન્ટમાં ઉમદા કામ કરનાર સહયોગીઓને સન્માનિત કરાયા હતા. આયોજક સમિતિના વિક્રમસિંહ જાડેજા, બળુભા એસ. જાડેજા, હાજીભા સમેજા ઉપરાંત શ્યામ મકવાણા, આનંદસિંહ જાડેજા, મીતરાજસિંહ જાડેજા, ભરત જોગી- અમ્પાયર, અફરીદી સમેજા, આવેશ ચાકી, યશપાલસિંહ જાડેજા, સુરેશ પટેલે સ્કોરર તરીકે સેવા આપી હતી. અસલમ મુતવા, ભરતભાઇ ગુપ્તા, નરેશભાઇ ફુલિયા (જિલ્લા કોંગ્રેસ અનુ. જાતિ પ્રમુખ), વી.કે. હુંબલ, અંજલિબેન ગોર દ્વારા વિવિધ ઇનામો જાહેર કરાયાં હતાં. 

Panchang

dd