ગાંધીધામ, તા. 2 : આદિપુરના
મદનસિંહ ચોક પાસે આવેલી એક દુકાનમાં ઘૂસી ધોળા દિવસે તસ્કરોએ રૂા. 9000ના એક
મોબાઇલની તફડંચી કરી હતી. આદિપુરમાં મદનસિંહ ચોક નજીક વોર્ડ 1-એ, પ્લોટ નંબર 180માં
આવેલી ક્રિષ્ના ટેલિકોમ નામની દુકાનમાં ગઇકાલે બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો.
અહીં મોબાઇલ રિપેરિંગનું કામ કરનાર ફરિયાદી જગમલસિંહ શેરસિંઘ
ભાટીને કામ હોવાથી બાજુની દુકાનમાં ગયો હતો. તેવામાં કોઇ શખ્સ તેની આ દુકાનમાં
ઘૂસી રિપેરિંગ માટે આવેલા રૂા. 9000ના મોબાઇલની ચોરી કરી નાસી ગયો
હતો. બનાવ અંગે ફરિયાદીએ ઓનલાઇન ફરિયાદ કર્યા બાદ પોલીસે ગુનો નોંધી આગળની
કાર્યવાહી હાથ ધરી છે.