કોલકતા, તા.2 : વેસ્ટ
ઇન્ડિઝ વિરુદ્ધ સુપર-8 રાઉન્ડની નિર્ણાયક મેચમાં 97 રનની
અણનમ ઇનિંગ રમી ભારતીય ટીમને જીત અપાવનાર સંજુ સેમસને કહ્યું કે મને આ દિવસનો
ઇંતઝાર હતો. સાથોસાથ એમ પણ કહ્યંy કે મેં ઘણો સમય ડગઆઉટમાં
વિતાવ્યો છે. આ દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીની રમત જોઈને ઘણું
શીખ્યો છું. પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ બાદ સેમસને જણાવ્યું કે મારા માટે આ દુનિયાનું
આ શ્રેષ્ઠ સન્માન છે. મને આ દિવસનો ઇંતઝાર હતો. મેં ડગઆઉટમાં બેસીને વિરાટ અને
રોહિત જેવા મહાન ખેલાડીની રમત જોઈ છે. જેમાંથી મને ઘણું શીખવાનું મળ્યું છે. મેં
લગભગ પ0-60 મેચ જ રમ્યા હશે પરંતુ લગભગ 100 મુકાબલા
બહાર બેસીને જોયા છે. આ દરમિયાન મેં જોયું કે તેઓ કઈ રીતે ગેમને ફિનિશ કરે છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે સંજુ સેમસને વિશ્વ કપની ઠીક પહેલા તેનો ઓપનિંગનો સ્લોટ
ગુમાવી દીધો હતો. બાદમાં અભિષેકની બીમારીને લીધે નામીબિયા સામે રમવાનો મોકો મળ્યો
હતો. સાઉથ આફ્રિકાની હાર બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે બેટિંગ લાઇનઅપ મજબૂત કરવા ફરી
એકવાર સેમસન પર દાવ ખેલ્યો હતો. સેમસને જણાવ્યું કે મારી યાત્રા ઘણી ચડાવ-ઉતારવાળી
રહી છે. મેં ખુદ પર ભરોસો રાખ્યો અને બાકીનું બધું બંધ કરી ફક્ત અંતરઆત્માનો અવાજ
સાંભળ્યો.