• ગુરુવાર, 11 જૂન, 2026

રૂટના સ્થાને હેરી બ્રુક નવો નંબર વન ટેસ્ટ બેટર

દુબઈ, તા.10 : આઇસીસી તરફથી આજે નવા ટેસ્ટ ક્રમાંક જાહેર કરાયા છે. જેમાં બેટિંગ ક્રમાંકમાં લાંબા સમયથી ટોચ પર રહેનાર ઈંગ્લેન્ડના સ્ટાર બેટર જો રૂટે તેનું નંબર વનનું સ્થાન ગુમાવી દીધો છે. રૂટનો સાથી ખેલાડી હેરી બ્રુક નવો નંબર વન ટેસ્ટ બેટર બન્યો છે. બ્રુકના ખાતામાં 896 રેટિંગ પોઇન્ટ છે. રૂટ હવે ત્રીજા સ્થાને ખસી ગયો છે. તેના ખાતામાં 81 અંક છે. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ (83) બીજા ક્રમે છે. સ્ટીવન સ્મિથ (831) ચોથા અને શ્રીલંકાનો કામિન્દુ મેન્ડિસ (781) પાંચમા નંબર પર છે. અફઘાનિસ્તાન સામેન ટેસ્ટમાં સદી કરનાર ભારતીય કપ્તાન શુભમન ગિલ બે સ્થાનના ફાયદાથી 8મા ક્રમે પહોંચી ગયો છે. તેના 743 રેટિંગ પોઇન્ટ છે. યશસ્વી જયસ્વાલ (733) એક સ્થાનના નુકસાનથી નવમા ક્રમે છે. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમ્સન લોર્ડસ ટેસ્ટના બન્ને દાવમાં નિષ્ફળ રહ્યો હતો. આથી તે એક સ્થાન ખસી 780 અંક સાથે 6 નંબર પર છે. આફ્રિકી કેપ્ટન તેંબા બાવૂમા (77પ) સાત નંબર પર છે. 

Panchang

dd