• ગુરુવાર, 11 જૂન, 2026

આદિપુરમાં દુકાનમાં ઘૂસી બે યુવાન પર ધારિયા-છરીથી હુમલો

ગાંધીધામ, તા. 10 : આદિપુરના બસ સ્ટેન્ડની સામે આવેલી દુકાનમાં ઘૂસી ત્રણ શખ્સે ધારિયા, છરી વડે હુમલો કરતા બે યુવાનને ઈજાઓ પહોંચી હતી. શિણાયના રવેચીધામ-બેમાં રહેનાર ફરિયાદી શામજી હીરા માતા (આહીર) આદિપુર બસ સ્ટેન્ડ સામે મેગી નામની ચાની દુકાન ચલાવે છે, તેની તથા તેના બનેવીની કોલ્ડડ્રિંક્સની એજન્સી છે. અગાઉ રોટરી સર્કલ  પાસે મેગીની લારી ચલાવતા આરોપી રોનિક ગજરાને રૂા. 4500ના કોલ્ડડ્રિંક્સ આપી હતી, જેના બાકી રૂપિયા અંગે વારંવાર વાત કરવા છતાં આરોપી આવતો નહોતો. દરમ્યાન ગઈકાલે તેની પાસે ઊઘરાણી કરવા જતાં આ શખ્સે બોલાચાલી ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. બાદમાં મોડી રાત્રે ફરિયાદી પોતાની દુકાને હતો, ત્યારે નંબર વગરની કારમાં રિતિક તથા હુશેન રહીમ મોવર અને અન્ય બે અજાણ્યા શખ્સ આવ્યા હતા. રિતિક ગાડીમાં જ બેઠો હતો, જ્યારે અન્ય ત્રણ શખ્સે ફરિયાદીની દુકાનમાં કામ કરતા મિલન મારાજ તથા ફરિયાદી ઉપર ધારિયા, છરી વડે હુમલો કર્યો હતો અને દુકાનમાં તોડફોડ કરી રૂા. ત્રણ લાખનું નુકસાન કર્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd