• ગુરુવાર, 11 જૂન, 2026

દર્દીઓને શું રોગ છે, દવા ક્યારે લેવી તેની માહિતી આભાકાર્ડમાં મળશે

ગાંધીધામ, તા. 10 : સામાન્ય રીતે દર્દી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરને બતાવવા જાય છે, ત્યારે દર્દ વિશે પૂછીને ડોક્ટર દવા લખી આપે છે અને ત્યારપછી દવા ઉપર ક્યા સમયે લેવી તે લખી દેવામાં આવે છે ત્યારબાદ સમય વીત્યા પછી ફરીથી ડોક્ટરને બતાવવા જાય છે, ત્યારે અગાઉ દર્દ સંબંધિત ડોક્ટરે શું કીધું હતું તે મોટાભાગના દર્દીઓને યાદ રહેતું નથી અને ડોક્ટરને પોતાને પણ યાદ હોતું નથી, પરંતુ હવેથી સરકારી હોસ્પિટલમાં બતાવ્યા પછી દર્દી અને ડોક્ટર બંનેને અગાઉ શું દર્દ હતું અને ક્યા સમયે દવા લેવાની હતી તે સંબંધી તમામ માહિતી આભાકાર્ડ મારફતે મળી રહેશે. આદિપુરની સરકારી રામબાગ હોસ્પિટલ દર્દીના રેકોર્ડનું ડિજિટેલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. સરકારી હોસ્પિટલમાં દર્દીએ ટોકન લીધા પછી જે તે વિભાગના સંબંધિત ડોક્ટરને બતાવ્યા બાદ ડોક્ટરે દર્દીની તમામ માહિતીની ઓનલાઇન કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવાની છે. તેમાં દર્દીને શું રોગ છે, તેની શું સારવાર કરી છે તથા તેને જે દવા આપવામાં આવી છે તે ક્યા સમયે લેવી સહિતની માહિતી ઓનલાઈન અપડેટ કરશે.  જે દર્દી પાસે આભા હશે તેમને તમામ માહિતી આધારકાર્ડ મારફતે મળી રહેશે. દર્દીનાં દર્દથી ડોક્ટર અને દર્દી બંને માહિતગાર રહેશે હાલના સમયે રામબાગ હોસ્પિટલના દાંત વિભાગમાં અને લેબોરેટરીમાં ડિજિટલ એન્ટ્રી શરૂ કરવામાં આવી છે. દાંત વિભાગના તબીબ ડો. હરેશ મટાણી દ્વારા અત્યાર સુધીમાં 70થી વધુ દર્દીની માહિતી ઓનલાઇન કરવામાં આવી છે   આ માહિતી આભાકાર્ડ મારફતે ડોક્ટર અને દર્દી પુરતી જ સીમિત રહેશે તેવું તબીબો એ કહ્યું હતું  રામબાગ હોસ્પિટલમાં લગભગ 18 વિભાગ છે, તબક્કાવાર તમામ વિભાગોમાં દર્દીઓની માહિતી ડિજિટલ કરવામાં આવશે, જેથી દર્દી કોઈ અન્ય સરકારી હોસ્પિટલમાં પોતાના રોગ સંબંધિત તપાસ માટે જાય, ત્યારે તે તપાસ કરનાર ડોક્ટરને પણ દર્દીની આગળની તમામ માહિતી તેમને મળી રહેશે. આ સહિતની કામગીરીનું ડિજિટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે.  

Panchang

dd