ભુજ, તા. 10 : ખાવડા નજીક આર.ઇ. પાર્કમાં
એશિયાનો પ્રથમ નંબરનો સોલાર પ્લાન્ટ આકાર લઇ રહ્યો છે. આથી અનેક કંપનીઓ અહીં સોલાર
પ્લાન્ટ નાખી રહી છે. આ વચ્ચે અહીં ચોરીના બનાવો પણ વધ્યા છે ત્યારે આ આર.ઇ. પાર્કમાંની
એક કંપનીમાંથી બસબાર, વાયર અને નટ-બોલ્ટનો
મુદ્દામાલ જેની કિં. રૂા. 4,40,000ની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. ગત તા. 2/6ના મધ્યરાતે થયેલી આ ચોરી અંગે
ગઇકાલે ખાવડા પોલીસ મથકે સ્ટ્રલિંગ વિલ્સન રેન્યુએબલ એનર્જી કંપનીના સિક્યુરિટી હેડ
મહેશભાઇ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની કંપનીમાંથી ફેસ-2, પ્લોટ નં. 8, બ્લોક નં. 18માંથી 13 કોપર બસબાર કિં. રૂા. 1,30,000, કોપર વાયર કિં. રૂા. 2,50,000, અર્થિંગ કોપર પટ્ટી કિં. રૂા. 50,000 અને 80 નટ-બોલ્ટ કિં. રૂા. 10,000 એમ કુલે રૂા. 4,40,000ના મુદ્દામાલની કોઇ અજાણ્યા
ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા છે. ખાવડા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.