• ગુરુવાર, 11 જૂન, 2026

ફૂટબોલ વર્લ્ડ કપમાં અંતિમ સ્થાને રહેનાર ટીમ પણ માલામાલ

નવી દિલ્હી, તા.10 : ફીફા વર્લ્ડ કપ-2026માં ભાગ લેનાર તમામ 48 ટીમ મેદાન પર ઉતરવા તૈયાર છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોની સંયુક્ત યજમાનીમાં રમાનાર ફૂટબોલ વર્લ્ડ કપનો પ્રારંભ ભારતીય સમય અનુસાર 12 જૂનથી થશે. છેલ્લે કતરમાં વર્ષ 2022માં ફૂટબોલ વર્લ્ડ કપ રમાયો હતો ત્યારે ફીફા તરફથી કુલ ઇનામી રકમ 440 મિલિયન ડોલર હતી. આ વખતે કુલ પ્રાઇઝ મની વધીને 6પપ મિલિયન ડોલરના આંકડે પહોંચી છે. ભારતીય કરન્સીમાં તે લગભગ 6240 કરોડ રૂપિયા છે. ગત ફૂટબોલ વર્લ્ડ કપની વિજેતા ટીમ આર્જેન્ટિનાને 42 મિલિયન ડોલરનું ઇનામ મળ્યું હતું. આ વખતે ચેમ્પિયન ટીમને ફીફા તરફથી પ0 મિલિયન ડોલર એટલે કે 476 કરોડ રૂપિયા મળશે. ફૂટબોલ વર્લ્ડ કપમાં ભાગ લેનાર અને 33થી છેલ્લા એટલે કે 48મા સ્થાને રહેનાર ટીમને પણ બમ્પર ઇનામ મળશે. આ ટીમોના ફાળે 9 મિલિયન એટલે કે લગભગ 86-86 કરોડ રૂપિયા આવશે. તેને વર્લ્ડ કપમાં ક્વોલિફાય થયાનું આ ઇનામ છે. છેલ્લે આઇસીસી તરફથી દર ચાર વર્ષે યોજાતો વન ડે વિશ્વ કપ 2023માં ભારતમાં યોજાયો હતો ત્યારે એ ટૂર્નામેન્ટની પ્રાઇઝ મની 10 મિલિયન ડોલર હતી. વિજેતા ઓસ્ટ્રેલિયા ટીમને 4 મિલિયન ડોલર અને ઉપવિજેતા ભારતને 2 મિલિયન ડોલર ઇનામ રૂપે મળ્યા હતા.  

Panchang

dd