• ગુરુવાર, 28 મે, 2026

અંજારમાં સમસ્ત જૈન સમાજની નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

અંજાર, તા. 27 : જૈન જાગૃતિ સેન્ટર- અંજાર દ્વારા સમસ્ત જૈન સમાજ માટે નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ સાથે અંડર-14 તથા મહિલાઓ માટે પણ મેચનું આયોજન કરાયું હતું. જૈન સમાજના સ્વ. રાજુભાઈ શાહ, સ્વ. રાજેશભાઈ દોશી, સ્વ. પારસભાઈ ગઢેચા, સ્વ. ચિરાગભાઈ શાહની સ્મૃતિમાં એફએમસી કપ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને 88 ખેલાડીની હરાજી કરવામાં આવી હતી, જેમાં સિલ્વર ફાઈટર, અક્ષય ટાઈટન, અંજલિ સનરાઈઝ, આરઆરપીસી, શાહ એન્ડ શાહ વોરિયર્સ, સી.ડી. ઇલેવન, એનવી ચેલેન્જર અને મૌલિક ઇલેવને ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં મૌલિક ઇલેવને એન.વી. ચેલેન્જરને હરાવીને વિજય પ્રાપ્ત કર્યો હતો. મેન ઓફ ધ મેચ કિરણભાઈ પૂજ તથા મિહિરભાઈ શાહ, બેસ્ટ બોલર ચિંતનભાઈ ભણસારી, બેસ્ટ બેટ્સમેન રાજનભાઈ વોરા અને મેન ઓફ ધ સિરીઝ સ્મિતભાઈ વોરા થયા હતા.  સમસ્ત જૈન સમાજના પ્રમુખ જગદીશભાઈ સંઘવી, મહેશભાઈ દોશી, પંકજભાઈ સંઘવી,, હેમાંગભાઈ શાહ, કૃણાલભાઈ શાહ, વિનિતભાઈ પારેખ, અશોકભાઈ દોશી, શીતલભાઈ શાહ તેમજ વિવિધ સંઘના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓ માટેનાં આયોજનમાં રિયાબેન શાહ, મૂળેક્ષાબેન શાહ, શ્રુતિબેન વોરા, અંકિતાબેન શાહ, દીપાબેન શાહે સહયોગ આપ્યો હતો. ટૂર્નામેન્ટને સફળ બનાવવા પ્રકલ્પ ચેરમેન તીર્થ સંઘવી, રાજન વોરા, કૃણાલ મહેતા, મૌલિક શાહ, નીલેશ શાહ, સમીર શાહ, હિરેન શાહ વગેરેએ સેવા આપી હતી. જે.જે.સી. પ્રમુખ ડેની સાથે સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. સંસ્થાના મંત્રી પારસભાઈ શાહે આ ટૂર્નામેન્ટના સહયોગીઓ તથા ખેલાડીઓ અને સભ્યો તેમજ સમાજના શ્રેષ્ઠિઓનો આભાર માન્યો હતો. 

Panchang

dd