• ગુરુવાર, 28 મે, 2026

ડ્રગ્સ ઘુસાડવાની `મન્કી ટેકનિક' વિફળ

ભાર્ગવ પરીખ દ્વારા : અમદાવાદ, તા. 27 : ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે હવે ડ્રગ્સ માફિયાઓએ એટ્લાન્ટિક સમુદ્રમાં વાપરેલી   મંકી ટેક્નિક   નો ઉપયોગ શરૂ કરી રહ્યા હોવાની માહિતી મળતાજ ગુજરાત એટીએસે બ્રાઝીલ થી આવેલું કરોડોનું કોકેઈન પકડી ડ્રગ્સ ઘુસાડવા માટેની આ પદ્ધતિ ને ડામી દીધી છે .ગુજરાત એટીએસના એક ઉચ્ચ અધિકારીએ જન્મભૂમિપત્રો સાથેની વાતચીતમાં કહ્યું કે, દુનિયાના સૌથી મોટા બીજા નંબરના સમુદ્ર એટ્લાન્ટિકનો એસ આકાર છે, આ સમુદ્ર માર્ગેથી અહીંથી મોટા પાયે ડ્રગ્સ લાવવામાં આવે છે . એના માટે ડ્રગ્સ માફિયાઓ છેલ્લા કેટલાક સમયથી `મંકી ટેક્નિક'નો  ઉપયોગ કરે છે. ભારતમાં આ પ્રયોગ પહેલીવાર ગુજરાતના દરિયાઈ માર્ગેથી કરવાનો પ્રયાસ થઇ રહ્યો હતો. અત્યાર સુધી ગુજરાતના દરિયા કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાના ડ્રગ્સ માફિયાઓના પ્રયાસ નિષ્ફ્ળ ગયા પછી એમને પહેલીવાર મંકી ટેક્નિકનો ઉપયોગ કર્યો છે.  આ ટેક્નિકમાં એવું હોય છે કે કાર્ગો શિપના  કર્મચારીને ફોડી નાખવામાં આવે છે એ કાર્ગો શીપમાં સલામત સ્થળે ડ્રગ્સ સંતાડે છે. ત્યારબાદ જયારે કાર્ગો શિપ આઉટર એન્કરેજ એરિયામાં  (જ્યાંથી લંગર નાખવાનું હોય એની બહારનો વિસ્તાર) કાર્ગો શિપ આવે ત્યારે સેટેલાઇટ કોમ્યુનીકેટરની મદદથી કોમ્યુનિકેશન કરવામાં આવે છે. સેલેલાઇટ કોમ્યુનીકેટર થી ટેક્સ્ટ મેસેજ કરી શકાય છે જે ઝડપથી ઈંટરસપ્ટ થતા નથી પણ દિલ્હીના કેલ્વિન અને જેમ્સ સાથે કોમ્યુનિકેશન થયું હતું એ અમે ઇન્ટરસેપ્ટ કર્યું હતુંજેના આધારે ખબર પડી કે કાર્ગો શીપમાંથી ફાશિંગ શીપમાં કોકેઈન ટ્રાન્સફર થવાનું છે. `મંકી ટેક્નિકમાં' કાર્ગો શિપનો ડ્રગ્સ માફિયાએ ફોડેલો માણસ નાની બોટમાં ડ્રગ્સ નાખી દે અથવા પાણીમાં નાખી દે અને એમના નક્કી કરેલા તરવૈયાઓ હાઈસિક્યોરિટી ઝોન પહેલા ડ્રગ્સ બહાર કાઢી લે છે.  તેમણે કહ્યું હતું કે, એટલાન્ટિકમાં ડ્રગ્સની હેરાફેરી માટેની આ પદ્ધતિને `મંકી ટેક્નિક કહે છે એની અમને ખબર પડી એટલે એટીએસ  કોસ્ટગાર્ડ કચ્છના એસઓજી અને મરીન પોલીસની મદદ લીધી અને એન્કરેજ એરિયામાં પહોંચ્યા ત્યારે શંકાસ્પદ હિલચાલ જોઈ એ લોકોએ મોટા પેકેટ દરિયમાં નાખ્યા અને એ અમે બહાર કાઢ્યા તો એમાંથી કોકેઈન નીકળ્યું, ત્યારબાદ અમે કાર્ગોમાં કેપ્ટનની  પરવાનગીથી ગયા. ક્રુ મેમ્બરને તપસ્યા તો ડ્રગ્સ માફિયાઓએ ફોડેલા બેમાંથી એકે દરિયામાં ભુસ્કો માર્યો અને એકને અમે પકડી લીધો છે જેની પાસેથી સેટેલાઇટ કોમ્યુનીકેટર અને બ્લુટ્રુથને પકડી શકે એવા ચાર એપિક એરટેગ મળ્યા છે, એટલે ડ્રગ્સ માફિયાઓની ભારતમાં ગુજરાતના દરિયા મારફતે મંકી ટેક્નિકથી ડ્રગ્સ ઘુસાડવાની ટેક્નિક પકડી પાડી છે. - કોસ્ટગાર્ડે પાણીમાં ફેંકાયેલા પાંચ થેલા મેળવ્યા : ચાર એપલ એર ટેગ્સ પણ મળ્યા : ગુજરાત એ. ટી. એસ.ની ટીમે મુંદરા ખાતે કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓને મળી સંયુકત ટીમ બનાવી કોસ્ટગાર્ડની બોટમાં રવાના થઇ બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચમાં  રહ્યા હતા, જે દરમ્યાન ત્યાં આજુબાજુમાં ઊભેલા મોટા કાર્ગો વહાણ નજીક જઇ ખાતરી કરતાં યુરોપ નામનુ કાર્ગો વહાણ આઉટર એન્કરેજ એરિયામાં હાજર મળી આવ્યું, જેમાં ડેક એરિયામાં બે ઇસમોની મૂવમેન્ટ જોવા મળી હતી. જેઓએ કોસ્ટગાર્ડની બોટ જોતાં કેટલાક વજનદાર થેલાઓ પાણીમાં ફેંકી દીધા હતા, જે કોસ્ટગાર્ડની મદદથી પાણીમાં તરતા પાંચ થેલા રિકવર કરવામાં આવ્યા હતા. આ થેલાઓ પૈકી બે થેલામાંથી એક-એક પાર્સલ તોડી તેમાંના પદાર્થ લઇ ડ્રગ્સ ડિટેક્શન કિટ વડે પરીક્ષણ કરતાં તેમાં કોકેઇનની હાજરી હોવાનું જણાયું હતું. આ પાંચેય થેલાઓમાંથી કુલ 115 પેકેટ મળી આવ્યાંજેનું કુલ વજન 118.977 કિલો છે. આ થેલાઓમાંથી 4 એપલ એર ટેગ્સ પણ મળી આવ્યા હતા. - જીપીએસ અને સેટેલાઈટ કોમ્યુનિકેટર પણ મળ્યા : પાર્સલમાં કોકેઇનની હાજરી મળી આવતાં યુરોપ કાર્ગો વહાણને રેડિયો મેસેજથી સૂચના કરી વધુ તપાસ કરવા તથા વહાણના ક્રૂ મેમ્બરોની પૂછપરછ તથા ઝડતી કરવા માટે તે વહાણમાં એ. ટી. એસ. અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા બોર્ડ કરવામાં આવ્યા અને બાદમાં વહાણના કેપ્ટનની હાજરીમાં તમામ ક્રૂ મેમ્બર્સની ઝડતી અને પૂછપરછ કરવામાં આવી, જે દરમ્યાન બાતમીવાળો ઇસમ નામે જુમા નાસીર ઓમાર મળી આવ્યો, જેની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કેઆ મુદ્દામાલ તે બ્રાઝિલથી લાવ્યો અને બીજા ક્રૂ મેમ્બર્સની જાણ બહાર પોતે મોટર રૂમમાં કામ કરતો હોઇ તેમાં નવેમ્બર 2025માં સંતાડયો હતો અને તેના હેન્ડલરના કહેવા મુજબઆ માલની ડિલિવરી કરવાનો હતો. કાર્ગો વહાણના સીંગ દરમ્યાન અન્ય આરોપી એન્ગીન્જાઇટ નેસ્સોરો જુમ્માનએ નાસી છૂટવા માટે પાણીમાં ઝંપલાવી દીધું હતુંજે અંગેની શોધખોળ આ લખાય છે ત્યારે  ચાલુમાં છે. વધુ તપાસ કરતાં વહાણના સ્ટિયારિંગ ગિયર  રૂમમાંથી તેમાં સંતાડવામાં આવેલા ગાર્મિન  કંપનીના બે ઋઙજખઅઙ 671 જીપીએસ અને સેટેલાઈટ કોમ્યુનિકેટર  પણ મળી આવ્યા છે, જે અન્વયે ઉપરોક્ત મળી આવેલો તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી જુમા નાસીર ઓમારની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.   

Panchang

dd