ભચાઉ, તા. 27 : ભચાઉ નગરપાલિકામાં તોડફોડ-બબાલના
સાત વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ
છોડી મૂકતો હુકમ ભચાઉ કોર્ટે આપ્યો હતો.આ કેસની પૂર્વ વિગતો મુજબ આરોપીઓએ દબાણ
દૂર કરવાનું મનદુ:ખ રાખી સુધરાઈ કચેરીમાં ગેરકાયદે મંડળી રચી ઈજનેર શૈલેન્દ્રસિંહ દિવાનસિંહ ઝાલાની ફરજમાં રૂકાવટ
કરી હતી તેમજ સરકારી ઓફિસના ટેબલોમાં તોડફોડ કરી હતી. આ કેસમાં આરોપીઓ નૂરમામદ કાસમ અબડા, શરીફ
લતીફ નોતિયાર, અલીહુશેન હિંગોરજા, જુસબ
સુમાર નારેજા, હમીર ખમીશા હજામ, અનવર કાસમ અબડા, હારૂન ભચુ મણિયાર, નદીમ આમદ અબડા, ઈલિયાસ ભચુ ભાટીની ધરપકડ કરાઈ હતી.પંચોની સાહેદોની જુબાનીની તપાસ, સીસીટીવી, રિપોર્ટ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનનાં નિવેદનો લીધાં ન હતાં તેમજ
આરોપીઓના બનાવ સમયનો કોઈ પુરાવો ન આપીને ફરિયાદ મોડી આપી હતી. સ્થળ ઉપરથી પથ્થર,
લાકડી, પાઈપ કે તૂટેલી ચીજવસ્તુ પોલીસે કબજે કરી
ન હતી, તે સહિતની વિગતોને ધ્યાનમાં લઈને તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરાયો હતો. આરોપીઓ તરફે વકીલ સિદીક આઈ. નારેજા, રમેશ જી. પરમાર, આસીફ એ. રાયમાએ હાજર રહી દલીલો કરી હતી.