• ગુરુવાર, 28 મે, 2026

અમદાવાદમાં ઇબોલાની એન્ટ્રી

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : આફ્રિકાના દેશોમાં ફેલાયેલા ઇબોલા વાયરસની અમદાવાદમાં એન્ટ્રી થયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઇબોલા વાયરસનો સંદિગ્ધ કેસ સામે આવતા ચિંતા ફેલાઈ છે. એટલું જ નહી એક દર્દીને સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા સ્પેશિયલ ઇબોલા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે અને 10 બેડનો વિશેષ વોર્ડ તૈયાર કરાયો છે. આરોગ્ય વિભાગના સૂત્રો મુજબ, દર્દી તાજેતરમાં આફ્રિકાના એક પ્રભાવિત દેશમાંથી અમદાવાદ પરત ફર્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન ઇબોલાના લક્ષણો જણાતા તેને તાત્કાલિક આઇસોલેશનમાં રાખી સારવાર શરૂ કરવામાં આવી છે. દર્દીના સેમ્પલને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, આફ્રિકાથી આવેલા અન્ય 11 લોકોને પણ આરોગ્ય વિભાગ દ્વારા હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તમામ લોકોની નિયમિત મેડિકલ મોનીટરીંગ કરવામાં આવી રહી છે અને તેમને બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ક્રીનિંગ વધુ કડક બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને આફ્રિકાથી આવતા મુસાફરોને તકેદારી રાખવા અને તાવ, ઉલ્ટી અથવા શરીરમાં નબળાઈ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.  પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 3 દિવસમાં યુગાન્ડાથી 11 લોકો અમદાવાદ આવ્યા છે. જેમાં થલતેજમાં 10 અને જોધપુરના 1 નાગરિક છે. તમામ 11 લોકોને હાલમાં હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારના તેઓને લક્ષણો નથી અને પોઝિટિવ દર્દીને સંપર્કમાં આવ્યા નથી. તદુપરાંત અમદાવાદ શહેરમાં ઇબોલા વાયરસના વૈશ્વિક ખતરને ધ્યાનમાં રાખીને એએમસી આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. આફ્રિકન દેશો આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગોમાંથી અમદાવાદ પરત આવેલા આશરે 11 લોકોની આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને તેમના નિવાસ-સ્થાને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા દર્દીઓમાં હાલ સુધી કોઈ લક્ષણો જોવા મળ્યા નથી અને તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. 

Panchang

dd