• ગુરુવાર, 28 મે, 2026

વાયોરમાં ગળાફાંસો ખાઈ આધેડનો અકળ આપઘાત

ગાંધીધામ, તા. 27 : અબડાસા તાલુકાના વાયોરમાં આધેડ ભરોસીલાલ  સિંધુલાલે  ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી  લીધી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અકસ્માત મોતનો આ બનાવ વિકાસપુરમ કોલોનીમાં ગત સાંજના પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. અલ્ટ્રાટેક કંપનીમાં સુરક્ષાકર્મી તરીકે નોકરી કરતા હતભાગી આધેડ નાઈટ ડયૂટી પૂરી કરીને ઘરે હતા. આ દરમ્યાન તેમણે અકળ કારણોસર જીવાદોરી ટૂંકાવી લીધી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ  હાથ ધરી છે. 

Panchang

dd