• ગુરુવાર, 28 મે, 2026

માછીમારી સિઝન પૂર્ણ થતાં જખૌ બંદરે થશે સૂનકાર

નલિયા, તા. 27 : ગુજરાતના અતિ મહત્ત્વના મત્સ્ય બંદરો પૈકીના એક એવા જખૌ બંદરે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી લાગુ પડતા માછીમારી પ્રતિબંધને કારણે સૂનું બનશે. માછીમારીની સિઝન સમાપ્ત થતાં માછીમારો દ્વારા પોતાની મોટી હોડીઓને દરિયામાંથી બહાર કાઢીને જેટી પર સુરક્ષિત રીતે લાંગરવામાં આવી રહી છે. આ વર્ષે જખૌ બંદર માટે માછીમારીની સિઝન ઘણી સારી રહી હતી. રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવેલા માછીમારો  પોતાના વતન પરત ફરશે અને 15 ઓગસ્ટ બાદ ફરીથી માછીમારી માટે આવશે. આ સમયગાળા દરમિયાનબંદર પર શાંતિ છવાઈ જશે અને આગામી સિઝનની તૈયારીઓ શરૂ થશે. 

Panchang

dd