મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 27 : નખત્રાણા ખાતે નખત્રાણા સાટી યુવા સર્કલ દ્વારા ભુજમાં નવનિર્માણ
પામી રહેલી શિફા હોસ્પિટલના લાભાર્થે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં
ઇર્શાદ વોરિયર્સ ટોડિયા ચેમ્પિયન અને રનર્સઅપ મોટી વિરાણીની અરમાન ઇલેવન બની હતી. ઇનામ
વિતરણમાં ઉપસ્થિત તુંબડીના અબ્દુલ એફ. સાટી (પૂર્વ પ્રમુખ-અ.ક. સાટી સમાજ અને તુંબડી
ગ્રામ પંચાયત-ઉપસરપંચ)એ લોકહિતાર્થે ક્રિકેટનાં માધ્યમથી થતાં કાર્યને બિરદાવ્યાં હતાં.
અખિલ કચ્છ સાટી સમાજના પ્રમુખ હાજી સુલેમાન સાટી (કોટડા-જ.), અનવર સાટી (ભુજ), સરફરાજ
હાજી સુલેમાન, હાજી મુસા કુંભાર (કાઉન્સિલર-નખત્રાણા),
કુંભાર વિરાભાઇ, ખમીશાભાઇ ખત્રી, અબ્બાસ સાટી (મથલ), હાજી અલીમામદ (નખત્રાણા),
સાટી હાજી મામદ, સાટી ઓસમાણભાઇ, તૌહિદ સાટી, નૂરમામદ કુંભાર, અસલમ
વીરા, સિકંદર સૈયદ, અકબર સંઘાર વિગેરે આગેવાનો
ઉપસ્થિત રહ્યા હતા. મેન ઓફ ધ સિરીઝ એ. બી. સાટી, બેસ્ટ ફિલ્ડર
ફારૂક સાટી રહ્યા હતા. વિનર્સ ટ્રોફીના દાતા
હાજી સુલેમાન સાટી (કોટડા-જ.), રનર્સ ટ્રોફીના દાતા કુંભાર અસલમભાઇ
હતા. અમ્પાયર અકબરભાઇ, અબ્દુલ, જાવેદ,
યાસીન, તૌસીફ રહ્યા હતા. લાઇવ સ્કોરની સેવા સાહિલ
સાટી, મુસ્તાકભાઇએ આપી હતી. સંચાલન ઓસમાણ સાટી (નેત્રા)એ કર્યું
હતું.