• ગુરુવાર, 28 મે, 2026

આસામમાં યુસીસી બિલ પસાર

નવી દિલ્હી, તા. 27 : આસામ વિધાનસભાએ બુધવારે યુસીસી બિલ પસાર કર્યું, જેનો ઉદ્દેશ્ય લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન સંબંધો માટે એક સમાન કાનૂની માળખું સ્થાપિત કરવાના ઉદેશ્ય સાથે આસામ વિધાનસભામાં બુધવારે યુસીસી બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉત્તરાખંડ, ગુજરાત બાદ આસામ સમાન નાગરિક સંહિતા બિલ લાગુ કરનારું ત્રીજું રાજ્ય બન્યું છે. જો કે, વિપક્ષની માગણીઓ હતછ ક., તેને પસંદગી સમિતિને મોકલવામાં આવે. એક મીડિયા હેવાલ મુજબ, યુનિફોર્મ સિવિલ કોડ, આસામ2026 બિલ પર દિવસભર ચર્ચા કર્યા પછી સ્પીકર રણજિત કુમાર દાસે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માને તેને પસાર કરવા માટે ગૃહમાં રજૂ કરવા કહ્યું હતું. દાસે બિલને વ્યાપક ચર્ચા માટે પસંદગી સમિતિ પાસે મોકલવાની વિપક્ષની માંગને નકારી હતી, જેના વિરોધમાં વિપક્ષના સભ્યો ગૃહના વેલમાં ધસી ગયા અને બિલ પસાર ન થાય ત્યાં સુધી સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. શાસક પક્ષના સભ્યો દ્વારા ભારત માતા કી જય અને જય શ્રી રામના સતત નારા વચ્ચે સ્પીકરે બિલને ધ્વનિ મતદાન દ્વારા પસાર કરવા માટે ગૃહ સમક્ષ રજૂ કર્યું હતું. શાસક પક્ષના સભ્યોએ બિલની તરફેણમાં મતદાન કર્યા પછી સ્પીકરે જાહેરાત કરી હતી કેબિલ પસાર થયું છે, જેને ગૃહે વધાવ્યું હતું. નોંધનીય છે કે, આસામ સરકારે સોમવારે બિલ રજૂ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન સંબંધો જેવા વિવિધ વ્યક્તિગત બાબતો પર, ભલે તે કોઈ પણ ધર્મનો હોય, એકસમાન કાયદાઓ લાગુ કરવાનો છે. જો કે, બિલમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ કાયદો આસામમાં રહેતા કોઈપણ અનુસૂચિત જનજાતિના વ્યક્તિને લાગુ પડશે નહીં.   

Panchang

dd