• ગુરુવાર, 28 મે, 2026

ભુજમાં પતિ સહિત ચાર શખ્સે પત્ની, માતા ઉપર હુમલો કર્યો

ગાંધીધામ, તા. 27 : ભુજમાં પોલીસ ફરિયાદનું મનદુ:ખ રાખી પતિ સહિતના શખ્સોએ  પરિણીતા  અને તેની માતા ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત  રાત્રિના 10.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપીઓ ઈમરાન મહમદ બકાલી, ઉમર મોહમદ બકાલીઅલી મોહમદ બકાલી અને આસીમઅલી મોહમદ બકાલીએ ફરિયાદી અફરોજબેન  ઈમરાન બકાલી, તેની માતા અને તેના ભત્રીજાને છરી, ધોકા વડે માર માર્યો હતો. ત્રણેયને માથાં સહિતના ભાગમાં ઈજાઓ પહોંચતાં સારવાર  માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે.  પોલીસે ગુનો નોંધી વધુ  તપાસ હાથ ધરી છે.  

Panchang

dd