• ગુરુવાર, 28 મે, 2026

ભારતના વિકાસદરમાં ઘટાડાનું યુએનનું અનુમાન

અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના જંગને લીધે વિશ્વભરના દેશોના આર્થિક સમીકરણો ખોરવાઈ ગયા છે. એક તરફ ઈરાનની સાથે શાંતિ કરાર અને બીજા શ્વાસમાં ભયંકર હુમલાની વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વિશ્વાસ  આ જંગમાં તેમના દેશને થયેલા અબજો ડોલરના ખર્ચના આંકડાથી ડગી ગયો હોય એવું ચિત્ર ઉપસી રહ્યંy છે, ત્યારે દુનિયાભરમાં આર્થિક વિકાસનો ડંકો વગાડી રહેલા ભારતને હવે બચતનાં પગલાં પર ધ્યાન કેન્દ્રીત કરવાની ફરજ પડી રહી છે. ભારે મજબૂત અર્થતંત્ર ધરાવતા ભારતમાં અખાતના જંગને લીધે ઈંધણના પુરવઠા પર અસર પડી છે તેની સાથોસાથ ઈંધણના વૈશ્વિક ભાવો આસમાનને આંબવા લાગ્યા છે તેવા સમયે વિકાસની રફતારને જાળવી રાખવાનું ખરા અર્થમાં પડકારભર્યું બની રહ્યંy છે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રે પણ ભારતના વિકાસ દરને અસર પડી શકે તેવી આશંકા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના આર્થિક અને સમાજિક બાબતોના વિભાગે એક અહેવાલમાં ભારતના આર્થિક વિકાસના અનુમાનમાં ઘટડો કર્યો છે.  આ અહેવાલ મુજબ ભારતનો વિકાસ દર 2026માં 6.6 ટકાના અનુમાનથી ઘટીને 6.4 ટકા રહી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાએ આ અનુમાન વ્યક્ત કર્યું છે તેનાથી ભારતની સામેનો પડકાર મુશ્કેલ હોવાની પ્રતીતિ થઈ રહી છે.  જો કેહકારાત્મક બાબત એ પણ છે કે, વિકાસ દરમાં ઘટાડાના અનુમાન છતાં દુનિયામાં સૌથી ઝડપભેર વિકસતા અગ્રીમ અર્થતંત્રમાં ભારતનું સ્થાન જળવાયેલું રહેશે.  આમ મુશ્કેલ પડકાર છતાં વૈશ્વિક પરિસ્થિતિની અન્ય દેશો પર પણ અસર હોવાને લીધે ભારતના વિકાસ ક્રમ પર કોઈ અસર પડે તેમ જણાતું નથી.  2026માં વૈશ્વિક વિકાસ દર માત્ર 2.પ ટકા રહેશે એવો અંદાજ બંધાઈ રહ્યો છે. તેવામાં ભારત તેનું સ્થાન જાળવી રાખે એ પણ મોટી સફળતા ગણી શકાય તેમ છે. આ હકારાત્મક ચિત્ર વચ્ચે ઘરઆંગણે મેંઘવારીનું દબાણ વધી રહ્યંy છે.  મોંઘવારી નાગરિકોની ખરીદશક્તિ પર અવળી અસર કરી રહી છે.  સરવાળે તેનાથી બજારો અને અર્થતંત્રમાં નબળાઈ આવે છે.  આવામાં ભારતે કરકસરનાં પગલાં લઈને આર્થિક પડકારને પહોંચી વળવાની કમર કસી છે. ઈંધણના પુરવઠાને જાળવી રાખવા વિકલ્પો શોધાઈ રહ્યા છે.આ માટે ભારતે રાજદ્વારી સંવાદ પણ શરૂ કર્યો છે. પણ એક તરફ પુરવઠાની સ્થિતિને સામાન્ય કરવાનો પડકાર છે, તો તેની સાથે ઊંચા ભાવોના બોજાનો પણ પડકાર છે.  પુરવઠો અસર પામી રહ્યો હોવાને લીધે ઈંધણની અછત વર્તાઈ છે, પરિણામે પરિવહનથી માંડીને ખેતી અને ઔદ્યોગિક ઉત્પાદન પર ગંભીર અસર પડી રહી છે.  એક તરફ ઈંધણની આયાતનું બિલ મોટું થઈ રહ્યું છે અને રૂપિયાનું મૂલ્ય ઘટી રહ્યંy છે.  આમ ચોતરફના પડકારોનો સામનો કરવા માટે ભારતે ખરા અર્થમાં કમર કસવી પડે તેમ છે.  ઈરાનની કટોકટી કેટલી જલ્દી ઉકેલાય છે, તેમાં દેશ અને દુનિયા સામેના પડકારોના ઉકેલની ચાવી રહેલી છે. 

Panchang

dd