• બુધવાર, 27 મે, 2026

સબાલેંકાનો ફ્રેંચ ઓપનમાં વિજયી પ્રારંભ

પેરિસ, તા. 26 : લાલ માટીના કોર્ટ પર શરૂ થયેલ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ફ્રેંચ ઓપનના આજે બીજા દિવસે મહિલા વિભાગની વિશ્વ નંબર વન આર્યના સબાલેંકાએ વિજયી પ્રારંભ કરી આગેકૂચ કરી હતી. રશિયાના સ્ટાર ખેલાડી અને પૂર્વ નંબર વન દાનિદ મેદવેદેવ બહાર થયો હતો. ઓસ્ટ્રેલિયાના વાઈલ્ડ કાર્ડ ખેલાડી એડમ વાલ્ટને રોમાંચક મુકાબલામાં 6-2, 1-6, 1-6, 6-4થી મેદવેદેવને હરાવ્યો હતો. બેલારૂસની વિશ્વ નંબર વન સબાલેંકાનો પહેલા રાઉન્ડમાં સ્પેનની બિન ક્રમાંકિત ખેલાડી જેનિકા બૌજાસ માનેરો સામે 6-4 અને 6-2થી વિજય થયો હતો. જયારે સાતમા નંબરની યૂક્રેનની એલિના સ્વિતોલિનાની હંગેરીની ખેલાડી અન્ના બોંદર સામે રસાકસી પછી 3-6, 6-1 અને 7-6થી વિજય થયો હતો. અમેરિકાની અમાંડા અનિસિમોવાએ પણ ઇજા પછી શાનદાર વાપસી કરીને પહેલા રાઉન્ડમાં ફ્રાંસની ટી. આર. રાજાઓના સામે 6-3 અને 6-1થી સરળ જીત મેળવી હતી. 

Panchang

dd