• બુધવાર, 27 મે, 2026

આજે હારનારી ટીમનો ખેલ થશે ખતમ

ન્યૂ ચંદિગઢ, તા. 26 : આઇપીએલ-2026 સિઝનના પ્લેઓફ રાઉન્ડની એલિમિનેટર મેચમાં બુધવારે અહીંના મલ્લાપુરમ્ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. આ મેચની વિજેતા ટીમ માટે ફાઇનલ પ્રવેશની આશા જીવંત રહેશે, જ્યારે હાર સહન કરનાર ટીમ આઇપીએલની બહાર થશે. વિજેતા ટીમ શુક્રવારે કવોલિફાયર-2 મેચ રમશે, જેમાં તેની સામે કવોલિફાયર-1 મેચની પરાજિત ટીમ હશે. આમ બંને ટીમ આગેકૂચ માટે મરણિયો પ્રયત્ન કરશે. પોતાના વિસ્ફોટક બેટધરોને લીધે મજબૂત જણાતી ટીમ હૈદરાબાદ રાજસ્થાન રોયલ્સનો સામનો કરવા ઊતરશે. 1પ વર્ષીય પાવરહિટર વૈભવ સૂર્યવંશી અને તેજ તર્રાર જોફ્રા આર્ચર સામે સાવધ રહેવું પડશે. સનરાઇઝર્સની સિઝનની શરૂઆત સારી રહી ન હતી, પણ બીજા તબક્કામાં ફોર્મ હાંસલ કરી લીધું હતું. નિયમિત કપ્તાન કમિન્સનાં આગમનનો ટીમને ફાયદો મળ્યો. આખરી 7 મેચમાંથી પાંચમાં જીત મેળવી પ્લેઓફમાં જગ્યા બનાવી છે. સનરાઇઝર્સનાં બેટિંગ યુનિટને સૌથી આક્રમક માનવામાં આવે છે. અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન અને હેનરિક ક્લાસેન હરીફ ટીમના બોલર્સ સામે હલ્લાબોલ માટે જાણીતા છે. અભિષેક પ63, ઇશાન પ69 અને ક્લાસેન 606 રન કરી ચૂક્યા છે. જો કે, હેડ માટે સિઝન ઠીકઠાક રહી છે. તેનાં ખાતાંમાં 393 રન છે. હેડ અતીતમાં નોકઆઉટ મેચમાં એકથી વધુ વખત મેચ વિનિંગ ઇનિંગ્સ રમી ચૂક્યો છે. બીજી તરફ રાજસ્થાન રોયલ્સનો હુકમનો એક્કો વૈભવ સૂર્યવંશી છે. તે પ3 છગ્ગા સાથે પ83 રન કરી શક્યો છે. તે જો પાવર પ્લેમાં ક્રીઝ પર ટકી ગયો તો સનરાઇઝર્સની મુશ્કેલી વધી જશે. આ સિવાય યશસ્વી જયસ્વાલ 397 અને ધ્રુવ જુરેલ 48 રન કરી ચૂક્યા છે. કપ્તાન રિયાન પરાગ અનફિટ અને આઉટ ઓફ ફોર્મ છે, જેનો ફાયદો સનરાઇઝર્સને મળશે. જોફ્રા આર્ચરના ઓલરાઉન્ડ દેખાવથી રાજસ્થાનને પ્લેઓફની ટિકિટ મળી છે. હવે આ ઇંગ્લિશ ખેલાડી પાસેથી ટીમને વધુ એક મેચમાં ઉમદા દેખાવની અપેક્ષા બની રહેશે.આ મેદાન પર વર્તમાન સિઝનમાં જે ચાર મેચ રમાઈ છે તેમાં બેટધરોનો હાથ ઉપર રહ્યો છે. ત્રણ મેચમાં તો 220 ઉપરનો સ્કોર બન્યો છે, જેમાં યજમાન ટીમ પંજાબ કિંગ્સનો 24 રનનો સ્કોર સૌથી  ઊંચો છે. 

Panchang

dd