• ગુરુવાર, 28 મે, 2026

હોર્મુઝનો માર્ગ ખૂલવાનો શુભ સંકેત

નવી દિલ્હી, તા. 27 : અમેરિકાએ ઈરાન પરનો નૌસેનાની નાકાબંધી હટાવવા સંમતિ આપી છે, જેનાથી હોર્મુઝ માર્ગ ખોલવાનો માર્ગ મોકળો થયો છે. ઈરાનના સરકારી ટીવીએ દાવો કર્યો છે કે, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના બદલામાં અમેરિકા ઈરાન પરની નૌકાદળની નાકાબંધી હટાવશે, તેના બદલામાં ઇરાન હોર્મુઝ ખોલશે. ઈરાનના સરકારી ટીવીએ જણાવ્યું હતું કે, તેની પાસે અમેરિકા સાથે એમઓયુ માટે પ્રારંભિક, બિનસત્તાવાર માળખાંનો ડ્રાફ્ટ છે. ઈરાનના સરકારી ટીવીએ અહેવાલ આપ્યો છે કે, તેહરાનને અમેરિકા સાથેના સંઘર્ષનો અંત લાવવા માટે એક એમઓયુના પ્રારંભિક અનૌપચારિક ડ્રાફ્ટની નકલ મળી છે. ડ્રાફ્ટ હેઠળ, ઈરાન એક મહિનાની અંદર હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા વાણિજ્યિક જહાજોની અવરજવરને યુદ્ધ પહેલાંના સ્તરે પુન:સ્થાપિત કરશે, જ્યારે અમેરિકા ઈરાનની આસપાસના વિસ્તારમાંથી તેના લશ્કરી સૈનિકો પાછા ખેંચશે અને નૌકાદળની નાકાબંધીનો અંત લાવશે. સરકારી ટીવી મુજબ ડ્રાફ્ટમાં યુદ્ધ જહાજોની તૈનાતીમાં કોઈ ફેરફારનો સમાવેશ થતો નથી. વધુમાં ઓમાન સાથે મળીને હોર્મુઝ સ્ટ્રેટમાં શાપિંગ ટ્રાફિકનું ઈરાનનું સંચાલન હજુ પણ અનિર્ણિત છે. મુસદ્દામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેહરાન નક્કર ચકાસણી વિના કોઈ પગલાં લેશે નહીં. ડ્રાફ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, જો 60 દિવસની અંદર અંતિમ કરાર થાય, તો તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા બંધનકર્તા ઠરાવ તરીકે મંજૂર કરી શકાય છે. 

Panchang

dd