• ગુરુવાર, 28 મે, 2026

વૈભવનો રન ઝંઝાવાત : અનેક વિક્રમ રચ્યા

ચંડિગઢ, તા. 27 :  ઝંઝાવાતી રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ ઝંઝાવાતી બાટિંગ કરી અને માત્ર 29 બોલમાં 5 ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી 97 રન બનાવ્યા હતા અને રાજસ્થાનની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વૈભવ આઇપીએલ ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનું ચૂકી ગયો, પણ તેણે અનેક વિક્રમો રચ્યા હતા. તેણે એક સિઝનમાં સૌથી વધુ છગ્ગાનો ગેલનો રેકોર્ડ તોડયો હતો. તેણે 12 સિક્સર ફટકારી ભારતીય ખેલાડીઓનો નવો રેકોર્ડ પણ રચ્યો હતો. 680 રન સાથે તે ઓરેન્જ કેપની યાદીમાં પ્રથમ આવી ગયો હતો. સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ દિગ્ગજ ક્રિસ ગેલનાં નામે છે. ગેલે 2013ની આઇપીએલમાં પૂણે વોરિયર્સ સામે 30 બોલમાં સદી પૂરી કરી હતી. વૈભવ પાસે રેકોર્ડ તોડવાની સંપૂર્ણ તક હતી. તે 29 બોલમાં પોતાની સદી પૂરી કરી શક્યો હોત, તેણે 28 બોલમાં 97 રન બનાવ્યા હતા. તે 29મા બોલ ઉપર બાઉન્ડ્રી ફટકારીને ઇતિહાસ રચી શક્યો હોત, પરંતુ કમનસીબે તે આમ કરવામાં નિષ્ફળ ગયો. વૈભવને પ્રફુલ્લ હિંગેએ આઉટ કર્યો. - પ્લેઓફમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ : વૈભવ સૌથી ઝડપી સદી ચૂકી ગયો હોવા છતાં, તેણે 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને પ્લેઓફ ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. સુરેશ રૈનાએ 2014ની આઇપીએલમાં પંજાબ કિંગ્સ સામે 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. - 16 બોલ - સુરેશ રૈના વિ પંજાબ કિંગ્સ, વાનખેડે, 2014  - 16 બોલ - વૈભવ સૂર્યવંશી વિ સનરાઈઝર્સ હૈદરાબાદ, મુલ્લાનપુર, 2026*  - 17 બોલ - એડમ ગિલક્રિસ્ટ વિ. દિલ્હી કેપિટલ્સ, સેન્ચ્યુરીયન, 2009 - 20 બોલ, 20 બોલ્સ, મુંબઈ, 20 બોલ્સ, બેંગલુરુ બે ભારતીય, મુંબઈ - 21 બોલ - ડ્વેન સ્મિથ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી, 2013 - 21 બોલ - વીરેન્દ્ર સેહવાગ વિ ચેન્નાઈ સુપર કિંગ્સ, વાનખેડે, 2014 - 21 બોલ - રજત પાટીદાર વિ ગુજરાત ટાઇટન્સ, ધર્મશાલા, 2026 - એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા - 65* સિક્સર - વૈભવ સૂર્યવંશી (2026) - 59 સિક્સ - ક્રિસ ગેલ (2012) - 52 સિક્સર - આન્દ્રે રસેલ (2019) - 51 સિક્સર - ક્રિસ ગેલ (2013) - 45 સિક્સર - જોસ બટલર (2022) - આઇપીએલ સિઝનમાં અનકેપ્ડ બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન - 680 - વૈભવ સૂર્યવંશી (આરઆર 2026) - 635 યશસ્વી જયસ્વાલ (આરઆર 2023) - 616 શોન માર્શ (પીબીકેએસ 2008) - 572 - રિયાન પરાગ (આરઆર 2026) - આઇપીએલ ઈનિંગ્સમાં સૌથી વધુ સિકસર (ભારતીય) - 12 - વૈભવ સૂર્યવંશી (આરઆર વિ. એસઆરએઁચ-2026) - 12 - વૈભવ સૂર્યવંશી (આરઆર વિ. એસઆરએઁચ-2026 એલિમિનેટર) - 11 - મુરલી વિજય (સીએસકે વિ. આરઆર-2010) - 11 - વૈભવ સૂર્યવંશી (આરઆર વિ. જીટી-2025) 

Panchang

dd