• બુધવાર, 11 માર્ચ, 2026

રિકી માર્ટિન, ફાલ્ગુની પાઠક અને સુખવિરે દર્શકોને ડોલાવ્યા

અમદાવાદ, તા. 8 : પૂર્વ ભારતીય કેપ્ટન અને આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026નો બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા તેની પત્ની સાથે સવારે અમદાવાદ આવી પહોંચ્યો હતો. જ્યારે બીજીતરફ ભારતને બે વખત વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની, જાણીતી અભિનેત્રી પ્રિટી ઝિન્ટા પણ અમદાવાદના આંગણે આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આઈસીસી ચેરમેન જય શાહની પણ હાજરી હતી. મોદી સ્ટેડિયમ સાંજે 1.30 લાખ લોકોની હાજરીથી ખચોખચ ભરાઈ ગયું હતું. જ્યાં નજર કરો ત્યાં ભારતીય ટીમની બાદળી રંગની જર્સીમાં લોકો જોવા મળી રહ્યા હતા. રંગારંગ કાર્યક્રમ સાથે વર્લ્ડ કપની ક્લાઝિંગ સેરેમનીનો પ્રારંભ થતા લોકો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. પંજાબી પોપ ગાયક સુખબિર સિંઘ, ઈન્ટરનેશનલ સિંગર રિકી માર્ટિન અને ગુજરાતી ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે દર્શકોને ડોલાવ્યા હતા. સ્ટેડિયમમાં ભારતીય તિરંગાને આન બાન શાનથી લોકો સાથે લઈને ઝૂમતા જોવા મળ્યા હતા. ફાઈનલ મેચની ટિકિટના સાટિંગ માટે ચાહકોએ મોડી સાંજ સુધી રઝળપાટ કરી હતી. જો કે પોલીસે કાળાબજારીયાઓ પર પણ કડક નજર રાખી હોવાથી આઠથી વધુ કેસ થયા હોવાનું જણાયું હતું. 2,000 અને 3,000ની ટિકિટનો ભાવ 80,000-1,00,000 લાખ જેટલો બોલાયો હોવાનું સૂત્રો પાસેથી જણાયું હતું. કેટલાક દર્શકોએ ઓનલાઈન ટિકિટ બાકિંગ કરાવી હોવા છતાં અંદર પ્રવેશ મળ્યો નહતો. ઓનલાઈન ટિકિટ ખરીદવા જતા ઠગાઈનો ભોગ બન્યા હોવાની જાણ થતા ક્રિકેટપ્રેમીઓ નાસીપાસ થઈને પરત ફર્યા હતા. રવિવારનો દિવસ હોવાથી લોકોએ સોસાયટીઓ, ક્લબ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં પ્રોજેક્ટર ગોઠવીને મોટી ક્રીન પર ફાઈનલ મેચ જોવાનો આનંદ માણ્યો હતો.  

Panchang

dd