• મંગળવાર, 10 માર્ચ, 2026

ગાંધીધામમાં ઘરમાં બળજબરીથી ઘૂસી ધમકી આપવા મામલે ત્રણ સામે ફોજદારી

ગાંધીધામ, તા. 9 : શહેરના સેક્ટર-પાંચ વિસ્તારમાં બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસી ઊંચી અવાજે વાત કરી, ધમકી આપી વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરાતાં એક મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ થયો હતો. શહેરના સેક્ટર-પાંચ વિસ્તારમાં ગત તા. 6/3ના સમીસાંજે આ બનાવ બન્યો હતો જે અંગે ફરિયાદી મહિલાએ કાયનાત આથા અંસારી, દિગુભા દરબાર અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ કરી હતી. આરોપીઓ મીડિયા રિપોર્ટરની જેમ ફરિયાદીના મકાનમાં બળજબરીપૂર્વક ઘૂસી જતાં ફરિયાદીનો દીકરો ભાગી જતાં તેનું મનદુ:ખ રાખી ફરિયાદી તથા તેમના સાસુ સામે ઊંચા અવાજે ધમકીઓ આપી દિગુભાએ જાતિ અપમાનિત કર્યા હતા અને કાયનાત અંસારી આથાએ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે વીડિયો ઉતારી તે ફરતા કરી હળધૂત કરી, બદનામ કર્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd