ઈસ્લામાબાદ,
તા. 9 : પાકિસ્તાને
અફઘાનિસ્તાનની સરહદે ગયા મહિને શરૂ કરેલાં સૈન્ય અભિયાનમાં 583 તાલિબાની સૈનિકો માર્યા ગયાનો દાવો કરવામાં આવ્યો છે.
અફઘાન તાલિબાન દ્વારા સરહદે 53 સ્થળે
હુમલા બાદ પાકિસ્તાને 26 ફેબ્રુઆરીના
રોજ ઓપરેશન ગઝબ લિલ હક શરૂ કર્યું હતું. સૂચના મંત્રી અત્તાઉલ્લાહ તરારે ઇન્ટરનેટ મીડિયા
ઉપર જાણકારી આપી હતી કે તાલિબાનના 583 સૈનિક
માર્યા ગયા છે અને 795 ઘાયલ થયા છે.
પાકિસ્તાને તાલિબાનની 242 ચોકી
નષ્ટ કરી છે. તેમજ 38 અન્ય ચોકી ઉપર કબજો કર્યો છે.
બાદમાં કબજો કરેલી ચોકીઓને પણ નષ્ટ કરવામાં આવી હતી. પૂરા અફઘાનિસ્તાનમાં કુલ 65 જગ્યાએ પ્રભાવી રીતે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.