• મંગળવાર, 10 માર્ચ, 2026

પંચાયત રેકર્ડમાં ખોટી રીતે મિલકત ચડાવવા મુદ્દે તલાટી- સહમંત્રી સામે શિક્ષાત્મક કાર્યવાહી

ભુજ, તા. 9 : માંડવી તાલુકાના શેરડી ગામે ખોટી રીતે 85 જેટલી મિલકત પંચાયતના સભ્યના નામે ચડાવવા મુદ્દે ગામના તલાટી-સહમંત્રી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી ફરજિયાત નિવૃત્તિનો હુકમ કરાયો છે. આ પ્રકરણે હકીકત એવી છે કે, માંડવી તાલુકાના શેરડી ગામે તલાટી ભરત ચૌહાણ દ્વારા અમુક મિકલતો પંચાયત રેકર્ડમાં ગ્રામ પંચાયતના સભ્ય આમદ મામદ જતનાં નામે ખોટી રીતે ચડાવી દેવામાં આવી છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરી સ્પષ્ટ અભિપ્રાય સાથે અહેવાલ રજૂ થયા બાદ શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે ફરજિયાત નિવૃત્તિનો હુકમ કરાયો છે.

Panchang

dd