અમદાવાદ, તા.9: જ્યારે સૂર્યકુમારને કોચ ગંભીર
સાથેના સંબંધ વિશે સવાલ થયો ત્યારે તેણે કહ્યું મેં ગૌતમભાઇ સાથે ચાર વર્ષ કામ કર્યું
છે. મને ખબર છે તેઓ શું વિચારે છે. તેઓ પાછલા બે વર્ષથી ટીમ ઇન્ડિયા સાથે છે. અમારી
વચ્ચે ક્યારે પણ કોઇ બાબતે વિવાદ થયો નથી. તેમણે આદર્શ ઇલેવન તૈયાર કરવા માટે કયારે
પણ રાત ઉજાગરા કર્યાં નથી. અમે બન્ને ટીમને જીત અપાવવામાં દિલચશ્પી રાખીએ છીએ. અમે
ખેલાડીને એ રીતે એડજેસ્ટ કરીએ છીએ કે ટીમને ફાયદો થાય. મને ખબર નથી કે અમારા વચ્ચે
શું આશા રહેતી હોય છે. ખેલાડીઓની પસંદગી હોય કે બીજા કોઇ નિર્ણય એક-બીજા માટે સહમત
રહીએ છીએ.