• મંગળવાર, 10 માર્ચ, 2026

આરોગ્ય સેવા મજબૂત બનાવવા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ

બિદડા (તા. માંડવી), તા. 9 : બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ. પટેલ આરોગ્યધામ ખાતે નવી એમ્બ્યુલન્સનું (આઈસીયુ) લોકાર્પણ કરાયું હતું. આરોગ્યસેવાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા તેમજ વિસ્તારના દર્દીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ સુધી ઝડપથી પહોંચાડવાના હેતુસર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ છે. વિજયભાઈ છેડા, ટ્રસ્ટી હેમંતભાઈ અને શાંતિભાઈની ઉપસ્થિતમાં. કાર્યક્રમની શરૂઆત ધાર્મિક વિધિ સાથે કરાઈ હતી. જયપદમગુણા મ.સા.ના 51માં સંયમ વર્ષ નિમિતે અનંતરના  માં સા.ની શુભ  પ્રેરણાથી પરિવાર તરફથી  અનુદાન અપાયું હતું. મેહુલ ગોર દ્વારા પૂજા વિધિ કરાઈ હતી. આઠ કોટિ મોટી પક્ષના તારાચંદ મુનિ, અંનરત્ન શ્રી જી થાણા 4, તારામતીબાઈ મ.સ., સંગીતાબાઇ મ.સ., દ્મ્યવંતીબાઈ મ.સ., ઉજવલબાઈ મ.સ. આદિથાણાએ આશીર્વચન પાઠવ્યા હતા. ચેરમેન  વિજયભાઈ છેડાના હસ્તે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. દાતા ધનબાઈ લક્ષ્મીચંદ ભાણજી છેડા - લાયજા ભારતીબેન ખુશાલ છેડા - લાયજા, માહીર પલ્લવી કુણાલ ફૂરીયા - છસરા / ઘાટકોપર, વિધિ શૌરીન શેઠીયા લાખાપર/ અમેરિકાએ સહયોગ આપ્યો હતો. આરોગ્ય સેવા માનવ સેવા સમાન છે અને આ એક માનવતાનું મંદિર છે અને આવી સેવાઓ દ્વારા સમાજને મોટી મદદ મળે છે. વધુ નવી એમ્બ્યુલન્સ શરૂ થવાથી આસપાસના વિસ્તારના દર્દીઓને તાત્કાલિક આરોગ્ય સેવા ઉપલબ્ધ કરવામાં વધુ સરળતા રહેશે અને જરૂરિયાતમંદ લોકોને ઝડપથી સારવાર મળી શકશે તેવું શ્રી ઘોડારે જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના સભ્યો, હોસ્પિટલ સ્ટાફ તેમજ સ્શાંતિભાઈ દેઢિયા, શશીકાંતભાઈ અમર સન્સ, મનીષભાઈ અને ખીલતીબેન  ઉપસ્થીત રહ્યા હતા.

Panchang

dd