ગાંધીધામ, તા. 9 : ભચાઉના
ગણેશ ટીમ્બી વિસ્તારમાં પગપાળા જતા શખ્સને પકડી પાડી પોલીસે દેશી બંદૂક જપ્ત કરી હતી.
ભચાઉના માનસરોવર અને મૂળ સરપટ નાકા ભુજનો ખેતશી ઉર્ફે ખેતો જવાહર કોળી ગણેશ ટીમ્બી
વિસ્તારમાં છે અને તેની પાસે બંદૂક હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી હતી.
કાચા રસ્તાથી પગપાળા આવતા આ શખ્સને પોલીસે પકડી પાડયો હતો અને તેની પાસેથી 50 ઇંચની દેશી બંદૂક કિંમત રૂા. 5000 જપ્ત કરવામાં આવી હતી. આ બંદૂક તેની પાસે ક્યાંથી આવી ? કોણ આપી ગયું છે તે પોલીસ ઓકાવી શકી નહોતી.