• મંગળવાર, 10 માર્ચ, 2026

સસ્તાં સોનાંની લાલચ આપી 28 લાખની ઠગાઈનો નાસતો આરોપી ઝડપાયો

ભુજ, તા. 9 : બે વર્ષ પૂર્વે સસ્તાં સોનાંની લાલચ આપી 28 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ રાજસ્થાનના શખ્સે બે માસ પૂર્વે કરી હતી. આ કેસનો નાસતો-ફરતો આરોપી અંકુર પ્રદીપભાઈ જોશી (રહે. ઉમેદનગર, ભુજ)ને એલસીબીએ ઝડપી પાડયો છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ 24 ડિસેમ્બરના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી 28 લાખની છેતરપિંડીના ત્રણ આરોપી પૈકીનો એક આરોપી અંકુર જોશી પાટવાડી નાકાથી કોડકી કોડ તરફ જતા રસ્તા પર હાજર હોવાની બાતમી એલસીબીને મળતાં તેને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

Panchang

dd