• મંગળવાર, 10 માર્ચ, 2026

ગૌહત્યાનો આઠ માસથી નાસતો આરોપી પકડાયો

ભુજ, તા. 9 : ખાવડા પોલીસ મથકમાં દાખલ થયેલા ગૌહત્યાના ગુનામાં છેલ્લા આઠ માસથી નાસતો- ફરતો આરોપી વેરશી મીઠાભાઈ સમા (રહે. મોટી રોહાતડ, ખાવડા, ભુજ)ને એલસીબીએ ઝડપી લીધો હતો. એલસીબીને બાતમી મળી હતી કે, ગત તા. 22/8ના ગૌવંશના માંસ અને ઓજારો, વાહન સાથે બે આરોપી જે-તે સમયે દરોડામાં ઝડપાયા હતા. આ ગૌહત્યાના કેસનો અન્ય આરોપી વેરશી મીઠાભાઈ સમા પોતાની અટકાયત ટાળવા છેલ્લા આઠ માસથી નાસતો-ફરતો હતો. તે પોતાના ઘરે હાજર હોવાની મળતાં એલસીબીની ટીમ પ્રવાસી વેશમાં ઈકો વાનમાં રોહાતડ જઈ ત્યાંથી આરોપી વેરશીને ઝડપી પાડયો હતો.

Panchang

dd