• બુધવાર, 30 એપ્રિલ, 2025

અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ માટે ભારતીય ટીમના કેમ્પમાં ગાંધીધામના ખેલાડી પસંદ

ભુજ, તા. 21 : ગાંધીધામનો પ્રતિભાશાળી ક્રિકેટર હરવંશસિંઘ પંગલિયા અંડર-19 ભારતીય ટીમ માટે એશિયાકપ રમ્યા બાદ હવે તે અંડર-19 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમ વતી પણ રમે તેવી શક્યતા છે. વિશ્વકપ માટેના ક્રિકેટ કેમ્પ માટે કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસોસીએશન (કેડીઆરસીએ) વતી રમી ચૂકેલા વિકેટકીપર, બેટ્સમેન હરવંશ અને અન્ય એક ખેલાડી મનીષ યાદવની પસંદગી થઈ હોવાનું જાણવા મળે છે.  બીસીસીઆઈ દ્વારા નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)ના વડા એવા પૂર્વ ભારતીય ક્રિકેટર વી.વી.એસ. લક્ષ્મણનાં માર્ગદર્શન હેઠળ બેંગલોરમાં યોજાયેલા કેમ્પમાં હરવંશની પસંદગી થઈ છે. ઉલ્લેખનીય છે કે, હરવંશે ગયા વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની અંડર-19ની મેચમાં શાનદાર સદી ફટકારી હતી. હરવંશ કેડીઆરસીએ ઉપરાંત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન વતી પણ રમી ચૂક્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd