હૈદરાબાદ, તા.12 : ભારતીય મહિલા હોકી ટીમ આ વર્ષે
ઓગસ્ટમાં રમાનાર વર્લ્ડ કપ માટે ક્વોલીફાય થઈ છે. હૈદરાબાદમાં રમાઇ રહેલી ક્વોલીફાયર
ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પહોંચીને ભારતીય મહિલા હોકી ટીમે વર્લ્ડ કપની ટિકિટ બૂક
કરી હતી. પૂલ બીના ગઇકાલના મેચમાં ભારતીય મહિલા ટીમનો વેલ્સ સામે 4-1 ગોલથી વિજય થયો હતો. સેમિ ફાઇનલમાં
ભારતીય ટીમની ટક્કર શુક્રવારે ઇટાલી ટીમ વિરુદ્ધ થશે. વેલ્સ સામેના મહત્ત્વના મેચમાં
ભારતીય મહિલા ટીમ તરફથી નવનીત કૌરે ગોલની હેટ્રિક કરી હતી. ભારતીય મહિલા ટીમે આ પહેલા
ઉરૂગ્વે સામે 4-0 ગોલથી જીત નોંધાવી હતી. મહિલા
હોકી વર્લ્ડ કપ 14થી 30 ઓગસ્ટ દરમિયાન બેલ્જિયમ અને
નેધરલેન્ડમાં આયોજિત થયો છે.