• ગુરુવાર, 01 મે, 2025

આઇપીએલમાં પહેલીવાર મેચ ફી

મુંબઇ, તા. 20 : આઇપીએલ-202પ સીઝનના પ્રારંભ સાથે ખેલાડીઓને બેવડો ફાયદો થશે. ખેલાડીઓને ફ્રેંચાઇઝી તરફથી મળતી કરારની રકમ ઉપરાંત આ સીઝનથી મેચ ફી પણ મળશે. આ જાહેરાત આજે બીસીસીઆઇએ કરી છે. જે ખેલાડીનો ટીમ ઇલેવનમાં સમાવેશ થશે તેમને આ નિયમનો ખાસ લાભ થશે. બીસીસીઆઇએ આઇપીએલમાં મેચ ફીનો નિયમ પહેલીવાર લાગુ કર્યો છે. જે હરાજીમાં મળેલી રકમથી અલગ હશે. અહેવાલ અનુસાર ઇલેવનમાં સામેલ ખેલાડીને મેચ ફીના રૂપમાં 7.0 લાખ રૂપિયા હશે. જે બીસીસીઆઇના ધારા-ધોરણ અનુસાર છે. જો કોઇ ખેલાડી સીઝનમાં 14 મેચ રમે તો તેના ખાતામાં મેચ ફીના લગભગ 1 કરોડ જમા થશે. આ નિયમને લીધે જે ખેલાડીઓ 30 કે પ0 લાખ આસપાસ વેચાયા છે તેમને લાભ થશે. સારા દેખાવથી તેમને વધુ મેચ રમવાનો મોકો મળશે અને મેચ ફી પણ બોનસના રૂપમાં જમા થશે. ભારત ઉપરાંત વિદેશી ખેલાડીઓને પણ આ મેચ ફીનો નવો નિયમ લાગુ પડશે. તેમ બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd