• બુધવાર, 30 એપ્રિલ, 2025

પાંચ નવોદિત ખેલાડી પર રહેશે નજર

મુંબઇ, તા. 19 : આઇપીએલની દરેક સિઝનમાં નવા સિતારા સામે આવે છે, જેમાંથી ઘણા ખેલાડીઓ ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહે છે. આઇપીએલ-202પ સિઝનમાં પણ કેટલાક અનકેપ્ડ  એટલે કે દેશ માટે નહીં રમેલા ખેલાડી છે જેમના પર ચાહકો અને બીસીસીઆઇના પસંદગીકારોની નજર રહેશે. - રસિખ સલામ-આરસીબી : ગત સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી પ્રભાવિત દેખાવ કરનાર જમ્મુ-કાશ્મીરનો ઝડપી બોલર રસિખ સલામ બેટિંગ પણ કરી જાણે છે. આ વખતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ તેને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે આઇપીએલ-202પનો સૌથી મોંઘો અનકેપ્ડ  ખેલાડી છે.  રસિખ સલામ આ પહેલા કોલકતા અને મુંબઇ ટીમનો પણ હિસ્સો રહી ચૂક્યો છે. આઇપીએલમાં તેના નામે 11 મેચમાં 9 વિકેટ છે. તે  નીચેના ક્રમે વિસ્ફોટક બેટિંગ કરી શકે છે. - વૈભવ સૂર્યવંશી-આરઆર : ફક્ત 13 વર્ષની ઉંમરે આઈપીએલ ઓક્શનમાં વેચાનાર વૈભવ સૂર્યવંશી બિહાર તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે. તે ડાબોડી બેટધર છે. હરાજીમાં તેને રાજસ્થાન રોયલ્સે આશ્ચર્યજનક રીતે 1.10 કરોડમાં ખરીદ્યો હતો. જો કે એ સંભાવના ઘણી ઓછી છે કે રાજસ્થાન રોયલ્સના પ્રારંભની મેચમાં સૂર્યવંશીને ઇલેવનમાં તક મળે. જો તક મળે તો આઇપીએલનો આ સૌથી નાનો ખેલાડી ભલભલાના દાંત ખાટા કરી શકે છે. 12 વર્ષ 284 દિવસની વયે રણજી ટ્રોફી પર્દાપણ કરનાર વૈભવ સૂર્યવંશીએ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાની યુવા ટીમ સામે 104 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જો કે તે અત્યાર સુધીમાં ફકત એક જ ટી-20 મેચ રમ્યો છે. - નેહલ વઢેરા-પીબીકેએસ : પાછલી બે સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો હિસ્સો રહેનાર નેહલ વઢેરા આ વખતે પંજાબ કિંગ્સ (પીબીકેએસ) ફ્રેંચાઇઝીએ મેગા ઓકશનમાં 4.20 કરોડની મોટી બોલી લગાવી ખરીદ કર્યો હતો. પંજાબ તરફથી ઘરેલુ ક્રિકેટ રમનાર વઢેરા 37 ટી-20 મેચમાં 2પની એવરેજ અને 13પની સ્ટ્રાઇક રેટથી 674 રન કર્યા છે. આઇપીએલમાં તેની સ્ટ્રાઇક રેટ 140 છે. આઇપીએલમાં તેના ખાતામાં 20 મેચમાં 30 રન છે. તે કેટલાક મેચમાં મુંબઇ માટે નીચેના ક્રમમાં બેટિંગમાં આવી ફિનિશર બન્યો હતો.  - આશુતોષ શર્મા-ડીસી : ગત સિઝનમાં પંજાબ કિંગ્સ તરફથી આતશી બેટિંગ કરનાર આશુતોષ શર્મા આ વખતે દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો જોવા મળશે. મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સ ફ્રેંચાઇઝીએ તેના પર 3.80 કરોડની બોલી લગાવી ખરીદ કર્યો હતો. ઘરેલુ ક્રિકેટમાં આશુતોષ શર્મા રેલવે ટીમ તરફથી રમે છે. તેણે 11 આઇપીએલ મેચમાં 167.2પની સ્ટ્રાઇક રેટથી 189 રન કર્યાં છે. એંકંદરે 31 ટી-20 મેચમાં 182.0ની સ્ટ્રાઇક રેટથી કુલ 772 રન છે. - અંશુલ કંબોજ-સીએસકે : પાછલી ઘરેલુ સિઝનની શોધ ગણાતા અંશુલ કંબોજને ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે ઓક્શનમાં 3.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે અગાઉ મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે. તેના નામે 3 આઇપીએલ મેચમાં 2 વિકેટ છે. હરિયાણા તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલ અંશુલ કંબોજ રણજી ટ્રોફી મેચમાં એક ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. તેના નામે 22 ટી-20 મેચમાં 26 વિકેટ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd