• બુધવાર, 22 મે, 2024

કોર્પોરેટ બેડમિન્ટન સ્પર્ધામાં જીએસએફસી વિજેતા

મુંદરા, તા. 19 : અહીંના ઓફિસર્સ ક્લબ દ્વારા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા)ના સહયોગથી તાજેતરમાં ગુજરાત અને કચ્છના કોર્પોરેટમાં કામ કરતા અધિકારીઓ, કર્મચારીઓ અને યજમાન ઓફિસર્સ ક્લબ- ભુજના સભ્યો માટે `િફટનેસ વિથ ફેધર' થીમ હેઠળ ગુજરાત સ્તરની `ગુજરાત કોર્પોરેટ બેડમિન્ટન રણ' ટૂર્નામેન્ટ યોજાઇ હતી. ટૂર્નામેન્ટનું આયોજન લીગ મેચોના આધારે કરવામાં આવ્યું હતું અને દરેક ખેલાડીઓને પૂરતી ગેમ રમવા મળે તેવા હેતુથી લગભગ 168 ગેમ્સ રમાડવામાં આવી હતી. જીએસએફસી અને ઓફિસર્સ ક્લબ ભુજની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. રસાકસીભરી ત્રણ મેચને અંતે જીએસએફસી બરોડા 21થી વિજેતા થઇ હતી અને ઓફિસર્સ ક્લબ ભુજ ઉપવિજેતા થઇ હતી તથા ત્રીજા ક્રમ પર જીએનએફસીની ટીમ અને ચોથા ક્રમાંક પર જીએસઇસીએલ- ગેટકોની ટીમ રહી હતી. ટૂર્નામેન્ટમાં સરકારી કંપનીઓ જીએસઇસીએલ-ગેટકો, જીએસએફસી બરોડા, ક્રૃભકો સુરત, ઓએનજીસી- અંકલેશ્વર, જીએનએફસી-ભરૂચ તથા કચ્છની કંપનીઓ અદાણી ગ્રુપ, એગ્રોસેલ, આશાપુરા, વેલ્સપન તથા યજમાન ઓફિસર્સ ક્લબ એમ કુલ 17 ટીમના આશરે 80 જેટલા ખેલાડીએ ભાગ લીધો હતો. 23 વર્ષથી 63 વર્ષ સુધીની ઉંમરના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટના ઉદઘાટન તથા સમાપન સમારોહમાં ડો. .બી. જાદવ, જીએએસ પ્રાંત અધિકારી-ભુજ,  વિપુલ વાઘેલા-કાર્યપાલક ઈજનેર, મા.. વિભાગ-ભુજ,  સંજય સિંઘ, અદાણી, નિમિષ ફડકે, એમડી ફોકિયા, અજય ત્રિવેદી, એચ.આર. હેડ જીએસઇસીએલ,  અજય રાય, એચ.આર. હેડ જીયુવીએનએલ, ગીરીશ માથુર, વેલ્સપન, પ્રકાશ સોલંકી, જી.એમ. એગ્રોસેલ ગ્રુપ, જયેશ ઠાકર, જી.એમ. આશાપુરા, અરૂણ જૈન, ભરત હાથી-ઓફિસર્સ ક્લબ, બ્રીજેશ શુક્લા, સિનીયર જી.એમ. વેલ્સપન, સંજીવ ભશીન, આશાપુરા ગ્રુપ તથા સંદીપ ગર્ગ, વેલ્સપન જોડાયા હતા.અદાણી ગ્રુપ તથા ફોકિયાના યુવાન ડાયરેક્ટર રક્ષિત શાહે ટૂર્નામેન્ટના આયોજનમાં માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર ટૂર્નામેન્ટમાં અમ્પાયરીંગની સેવા નેશનલ અમ્પાયર હર્ષ શાહ અને તેની ટીમે પૂરી પાડી હતી. આયોજનમાં મહિપાલસિંહ ઝાલા, ડો. જ્ઞાનેશ્વર રાવ, બી. ડી. પ્રજાપતિ, અજીત યાદવ, મમતાબેન વાસાણી, ભરત બારોટ, ચેતન પરમાર તથા ઓફિસર્સ ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang