• શનિવાર, 20 એપ્રિલ, 2024

મુંબઇ ઇન્ડિયન્સની સતત ત્રીજી હાર

મુંબઇ, તા. 1 : દિવસોદિવસ રોમાંચક બની રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પાંચ વખત ચેમ્પિયન રહી ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સને વર્તમાન 17મી સિઝનમાં સતત ત્રીજી હારનો સામનો કરવો પડયો છે. મુંબઇને તેના ગૃહ મેદાનમાં વિકેટે હરાવી રાજસ્થાન રોયલ્સે સતત ત્રીજી જીત મેળવી હતી. સોમવારની મેચમાં પહેલાં દાવ લેતાં મુંબઇની ટીમ હરીફોના બોલિંગ આક્રમણ સામે ઘૂંટણિયે પડી હતી અને 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવી 125 રનનો નજીવો સ્કોર બનાવ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટે ચાર દડામાં ત્રણ જ્યારે યજુવેન્દ્ર ચહલે 11 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં રાજસ્થાને 15.3 ઓવરમાં 127 રન સાથે લક્ષ્ય હાંસલ કર્યું હતું. રિયાન પરાગે અર્ધસદી ફટકારી હતી. મુંબઇ માટે આકાશ મધવાલે ત્રણ વિકેટ લીધી હતી. રાજસ્થાને 10 રને યશસ્વી જયસ્વાલ (10)ને પ્રથમ વિકેટના રૂપમાં ગુમાવ્યા બાદ 48 રન સુધીમાં સંજુ સેમસન (12) અને જોસ બટલર (13)ની વિદાય થઇ હતી. જો કે, રિયાન પરાગે મુંબઇના બોલરો સામે બેટ ઊંચકીને ઇનિંગ રમતાં લો-સ્કોરિંગ મેચ એકતરફી જેવી બની ગઇ હતી. પરાગે 39 દડામાં પાંચ ચોગ્ગા, ત્રણ છગ્ગાની મદદથી 54 અણનમ રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિન (16) આઉટ થયા બાદ શુભમન દુબે (8 અણનમ) પરાગ સાથે ટીમને 27 દડા બાકી હતા ત્યારે 15.3 ઓવરમાં ચાર વિકેટે 127ના જુમલે પહોંચાડી જીત અપાવી હતી. આમ તો વાનખેડે સ્ટેડિયમ મુંબઇ ઇન્ડિયન્સનો ગઢ ગણાય છે. અહીં ટીમે ભલભલી ટીમને ધૂળ ચાટતી કરી છે, પણ આઇપીએલની આજની મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે મુંબઇ ઇન્ડિયન્સ અહીં 20 ઓવરના અંતે નવ વિકેટે 12 રનનો સામાન્ય સ્કોર કરી શકી હતી. રાજસ્થાનના પેસ એન્ડ સ્પિન એટેક સામે મુંબઇના ટોપ ઓર્ડરના તમામ બેટર્સ ઘૂંટણિયે પડી ગયા હતા. મુંબઇ તરફથી સૌથી વધુ 34 રન કપ્તાન હાર્દિક પંડયાએ કર્યાં હતા. તિલક વર્માએ 32 રનની ઇનિંગ રમી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી કિવી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ચાર દડામાં ત્રણ વિકેટ લઇને મુંબઇના ટોચના ક્રમને છિન્નિભિન્ન કરી દીધું હતું, જ્યારે સ્પિનર યજુર્વેન્દ્ર ચહલે માત્ર 11 રનમાં ત્રણ વિકેટ ઝડપીને મુંબઇના મધ્ય ક્રમની કેડ ભાંગી નાખી હતી. મુંબઇની શરૂઆત વિકેટોના પતન સાથે થઇ હતી. પહેલી ઓવરમાં સ્ટાર રોહિત શર્મા ગોલ્ડન ડક થયો હતો. તે બોલ્ટનો પહેલો શિકાર બન્યો હતો. બીજા દડે નમન ધીર આઉટ થયો હતો. પછી બોલ્ટે તેની નવી ઓવરના પહેલા દડે બ્રેવિસની વિકેટ લીધી હતી. આમ મુંબઇના ત્રણેય બેટર ઝીરોમાં પાછા ફર્યાં હતા. 14 રનમાં ત્રણ વિકેટ પડયા બાદ ઇશાન કિશન 16 રને આઉટ થયો હતો. 20 રનમાં ચાર વિકેટ પડયા બાદ તિલક-હાર્દિક વચ્ચે પાંચમી વિકેટમાં 0 રનની ભાગીદારી થઇ હતી. કપ્તાન પંડયાએ 21 દડામાં ચોગ્ગાથી 34 રન અને તિલકે 29 દડામાં બે છગ્ગાથી 32 રન કર્યાં હતા. ટિમ ડેવિડ 17 રને 19મી ઓવરમાં આઉટ થયો હતો. બુમરાહ આઠ અને મધવાલ ચાર રને નોટઆઉટ રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang