• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

તુણામાં 2200 કરોડના ખર્ચે મલ્ટિપર્પસ કાર્ગો જેટીનું નિર્માણ

ગાંધીધામ, તા. 21 : દેશના મેગા પોર્ટ તરીકે જાહેર  થયેલા દીનદયાલ પોર્ટ ઓથોરિટી ખાતે તુણા કન્ટેનર ટર્મિનલ અને  ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનના પ્રકલ્પો ચાલુ છે, ત્યારે આજે  પોર્ટ  દ્વારા બંદરના વિકાસને ગતિ આપતા વધુ એક મહત્ત્વપૂર્ણ પ્રકલ્પને મંજૂરી આપવામાં  આવી છે. તુણા ખાતે જ મલ્ટિપપર્સ કાર્ગો ટર્મિનલ વિકસાવવા માટે  એસ્સાર પોર્ટને લેટર ઓફ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રકલ્પ પીપીપી મોડેલના આધારે વિકસાવવામાં આવશે. ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘે એસ્સાર પોર્ટસના ઓપરાટિંગ પાર્ટનર-ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્ટિકલ-વી. શ્રીનિવાસન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ રાજગઢિયાને અધિકારીઓની ઉપસ્થિતિમાં લેટર ઓફ એવોર્ડ સોંપ્યો હતો. આ પ્રોજેક્ટ બિલ્ડ - ઓપરેટ- ટ્રાન્સફર ધોરણે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડ હેઠળ 30 વર્ષના કન્સેશન સમયગાળા માટે અમલમાં મુકાશે. આ પ્રકલ્પ ભારતના મેરિટાઇમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા તરફનું મહત્ત્વનું પગલું હોવાની લાગણી વ્યક્ત કરાઈ હતી. વૈશ્વિક સ્પર્ધાત્મક બાડિંગ પ્રક્રિયા દ્વારા આ  પ્રોજેક્ટ માટે કાર્યવાહી કરાઈ હતી, જેમાં એસ્સાર પોર્ટસ  સૌથી ઊંચી બોલી લગાવનાર તરીકે ઊભરી આવી છે. ડીપીએને પ્રતિ ટન રૂા. 61 રોયલ્ટી ચૂકવવાની ઓફર કરી છે. આ ટર્મિનલ ડીપી વર્લ્ડ  દ્વારા તુણા ટેકરા ખાતે વિકસાવવામાં આવી રહેલા મેગા કન્ટેનર ટર્મિનલની પૂર્વ બાજુએ વિકસાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં વિકસિત ભારત અને પોર્ટ-લેડ આર્થિક વૃદ્ધિના વિઝન સાથે ડીપીએ-  કંડલા વૈશ્વિક વેપારના વ્યૂહાત્મક ગેટ-વે તરીકે ઝડપથી ઊભરી રહ્યું છે. ટર્મિનલની વિશેષતાઓ ઉપર નજર કરીએ તો વાર્ષિક કાર્ગો-હેન્ડાલિંગ ક્ષમતા 18.33 મિલિયન ટન રહેશે. અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ રૂા. 2,276.06 કરોડ છે, જેમાંથી રૂા. 1,552.57 કરોડ કન્સેશનર દ્વારા અને રૂા. 723.49 કરોડ  ડીપીએ દ્વારા રોકાણ કરવામાં આવશે. દીનદયાલ પોર્ટ દ્વારા કોમન યુઝર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં એક્સેસ ચેનલનું ડ્રાજિંગ, બર્થ પોકેટ, ટર્નિંગ સર્કલ અને કોમન એપ્રોચ રોડ પૂરા પાડશે. આ પ્રોજેક્ટ અંતર્ગત દરેક 300 મીટરની લંબાઈના ચાર બર્થનું નિર્માણ કરાશે. કુલ 1,200 મીટર બર્થ લેન્થ સાથે અહીં 1,70,000 ડીડબલ્યુટી સુધીના કેપ સાઈઝ જહાજો અને 18 મીટર સુધીના ડ્રાફ્ટની સુવિધા હશે. કોમર્શિયલ ઓપરેશન 2031 સુધીમાં શરૂ થવાનો અંદાજ વ્યકત કરવામાં આવ્યો છે. - પ્રોજેક્ટની વિશેષતાઓ : આધુનિક કાર્ગો હેન્ડાલિંગ સિસ્ટમથી ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો - હાલમાં 90 ટકાથી વધુ ઓક્યુપન્સી ધરાવતા ઉઙઅના ડ્રાય કાર્ગો બર્થ પરનો ભાર ઘટશે (આદર્શ 70 ટકા સામે) - મોટા જહાજોના ઉપયોગથી ફ્રેટ અને ફ્યુઅલ ખર્ચમાં ઘટાડો - રોડ-રેલ નેટવર્ક સાથે મજબૂત મલ્ટિમોડલ કનેક્ટિવિટી - કચ્છ અને ગુજરાતમાં પ્રત્યક્ષ-પરોક્ષ રોજગાર અને લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ ક્ષેત્રે વૃદ્ધિ - ગ્રીન પોર્ટ પોલિસી અનુસાર પર્યાવરણીય ટકાઉ વિકાસ

Ram Katha

Vyapar Utsav

Panchang

dd