ભુજ, તા. 20 : શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત યોગાસન
અંડર-19 રાજ્ય કક્ષાની સ્પર્ધા ભુજ-કચ્છ
મુકામે યોજાઇ હતી, જેમાં સ્વામિનારાયણ
કન્યા વિદ્યામંદિરની દીકરીઓ જિલ્લા કક્ષાએ તેમજ રાજ્યમાં પણ વિજેતા થઇ હતી. સુવર્ણચંદ્રક
જીતનારી રિધમિક જોડી વેકરિયા યશ્વી અને સેંઘાણી મીરાં અને રજત ચંદ્રક મેળવનારી આર્ટિસ્ટિક
જોડી વેકરિયા યશ્વી અને આશાણી ઉર્વી સામેલ છે.