• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

રાજવાણીવાંઢ-હોડકોમાંથી 66 હજારનો શરાબ જપ્ત

ભુજ, તા. 21 : બન્ની વિસ્તારના હોડકોના રાજવાણીવાંઢના વાડામાંથી પોલીસે રૂા. 65,916નો શરાબ જપ્ત કર્યો હતો. દરોડા દરમ્યાન આરોપી હાજર મળ્યો ન હતો. ગઈકાલે ધોરડો પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, નસીર કાધુ હાલેપોત્રા (રહે. રાજવાણીવાંઢ, હોડકો, તા. ભુજ) પોતાનાં મકાનમાં શરાબનું વેચાણ કરે છે. આથી પોલીસે બાતમીવાળાં મકાનના વાડામાં દરોડો પાડતાં વ્હીસ્કી શરાબની 96 બોટલ કિં. રૂા. 65,916 મળી આવ્યો હતો. દરોડા દરમ્યાન આરોપી નસીર હાજર મળ્યો ન હતો. પોલીસે શરાબ જપ્ત કરી આરોપી નસીર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd